સલમાન ખાન સાથે ફિલ્મમાં ચમકી તો પણ કિસ્મત ન ચમકી
ઘણા સારા કલાકારોને બ્રેક મળતો નથી ત્યારે જો કોઈ નવા કલાકારને સલમાન ખાન સાથે ફિલ્મ કરવા મળે તો તેની કિસ્મત તો ચમકી કહેવાય, પણ એવા ઘણા કલાકારો છે જેમને બ્રેક બહુ મોટી ફિલ્મથી મળ્યો હોય તેમ છતાં તે બાદ કામ મળતું નથી. આવી જ એક અભિનેત્રીએ આવું કઈક કહ્યું છે.
નાના પડદા એટલે કે ટીવી શોથી કરિયરની શરૂઆત કરનાર મહિમા મકવાણાએ ડેઈલી સોપ સપને સુહાને લડકપન કે…થી લોકપ્રિયતા મેળવી હતી. આ શોમાં તે લીડ રોલમાં હતી. આ પછી અભિનેત્રીએ સલમાન ખાન સાથે આયુષ શર્માની ફિલ્મ અંતિમ કરી ને બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જો કે, આ ડેબ્યૂથી તેને કોઈ ફાયદો ન થયો. તે કહે છે કે આ ફિલ્મમાં તેનાં પાત્ર પર કોઈનું ધ્યાન ગયું નથી.
તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ તેના ડેબ્યુ વિશે વાત કરી અને કહ્યું કે અંતિમમાં કામ કર્યા પછી તેને કામ મળ્યું નથી. અભિનેત્રીએ કહ્યું કે તેણે આ વિશે ક્યારેય કેમેરા પર વાત કરી નથી પરંતુ તેના પાત્ર પર કોઈનું ધ્યાન ગયું નથી. લોકો તેને કહે છે કે તેણે ફિલ્મમાં ખૂબ સારું કામ કર્યું છે અને તેની એક્ટિંગના વખાણ પણ કરે છે પરંતુ તેમ છતાં તેને કામ નથી મળતું.
મહિમાએ બ્રાન્ડ, માર્કેટિંગ અને સ્ટાર જેવા શબ્દો વિશે વાત કરી જે તેના માટે તદ્દન નવા કોન્સેપ્ટ હતા. ટેલિવિઝન કારકિર્દી દરમિયાન, તે સંપૂર્ણ રીતે સેટ પર દેખાવા અને અભિનયમાં પોતાને સમર્પિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. જોકે મોટી બ્રાન્ડ મેળવવા માટે પડકારો ઝીલવા પડે છે તે અંગે પણ મહિમાએ વાત કરી.
જોકે મહિમા પહેલી સ્ટાર નથી. સલમાન સાથે કામ કર્યા બાદ ભાગ્યશ્રીને પણ એક સમયે સારી ફિલ્મો મળતી નથી. આનું એક કારણ એ પણ હતું કે તેણે પતિ હિમાલય સાથે જ કામ કરવાની શરત મૂકી હતી. તે બાદ સલમાનની વધુ એક હીરોઈન ઝરીન ખાન પણ કામ મેળવી શકી નથી તો ડેઈઝી શાહને પણ ખાસ કોઈ સફળતા મળી નથી. જોકે સલમાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મૈને પ્યાર કીયાની સફળતા બાદ તેને સારી ફિલ્મની ઓફર છ મહિના બાદ આવી હતી.
આથી મહિમાએ પણ પ્રતીક્ષા કરવી પડશે ક્યારે કિસ્તમનો ચારો ચમકે કહેવાય નહીં.