IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

વર્લ્ડ કપ 2023: ઓસ્ટ્રેલિયા સામે ભારતે 240 રન બનાવ્યાં, રાહુલે 66 રન કર્યાં

કાંગારુ ટીમે સાત બોલરની કરી અજમાઈશ, મિશેલ સ્ટાર્કે ઝડપી વધુ વિકેટ

અમદાવાદઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આજની ફાઈનલ મેચમાં ટોસ જીતીને ભારતને પહેલી બેટિંગ આપીને કાંગારુઓએ ભારતને મર્યાદિત સ્કોર સુધી રાખ્યા હતા. ટીમ ઈન્ડિયાને દબાણમાં લાવવા માટે ઓસ્ટ્રેલિયાએ સાત બોલરની અજમાઈશ કરતા પચાસ ઓવર (10 વિકેટે)માં ભારતે 240 રન કર્યા હતા. હવે જીતવા માટે કાંગારુઓને 241 રન કરવાના રહેશે.

ટોસ જીતીને કમીન્સે ટીમ ઈન્ડિયાને પહેલી બેટિંગ આપવાનો નિર્ણય લીધો હતો. પહેલી ઈનિંગમાં ભારતીય આક્રમક બેટર શુભમન ગિલ, શ્રેયસ અય્યર ચાર-ચાર રન બનાવીને પેવેલિયન ભેગા થયા હતા, જ્યારે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલે સન્માનીય સ્કોર કર્યા હતા. શરુઆત રોહિત શર્માએ આક્રમક કરી હતી, પરંતુ 76 રને ભારતે બીજી વિકેટ ગુમાવી હતી. ત્રણ સિક્સર અને ચાર ચોગ્ગા સાથે 47 રને આઉટ થયો હતો. આ વખતના વર્લ્ડ કપમાં સતત બીજી વખતે 47 રને આઉટ થયો હતો. વિરાટ કોહલીને પેટ કમીન્સે બોલ્ડ કર્યો હતો, જેમાં ચાર ચોગ્ગા સાથે 63 બોલમાં 54 રન ફટાકાર્યા હતા.


વિરાટ આઉટ થવાને કારણે સોશિયલ મીડિયા પર પણ લોકોએ ચલાવ્યું હતું કે 54 ટુકડા થઈ ગયા હતા. તબક્કાવાર વિકેટ ગુમાવતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. વિરાટના ગયા પછી 178 રનના સ્કોરે પાંચમી વિકેટ જાડેજાની પડી હતી. 22 બોલમાં નવ રને રવિન્દ્ર જાડેજા આઉટ થયો હતો. જાડાજાની વિકેટ પડ્યા પછી કેએલ રાહુલની છઠ્ઠી વિકેટ 203 રને પડી હતી. રાહુલે પણ 107 બોલમાં એક ચોગ્ગા સાથે 66 રન ફટકાર્યા હતા.


બીજી બાજુ ઓસ્ટ્રેલિયાની ટીમના બોલરનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. ભારતીય ટીમને દબાણમાં લાવવા માટે એક પછી એક આઠ બોલરની અજમાઈશ કરી હતી. રાહુલની છઠ્ઠી વિકેટ પડ્યા પછી 211 રને સાતમી (મહોમ્મદ શમી), 214 રને આઠમી (જસપ્રીત બુમરાહ) અને નવમી વિકેટ સૂર્યકુમાર યાદવની 226 રને પડી હતી. છેલ્લી વિકેટ મહોમ્મદ સિરાજ અને કુલદીપ યાદવે અનુક્રમે ભારતીય બેટરને દબાણમાં લાવનાર ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન કમિન્સે બે વિકેટ ઝડપી હતી, જેમાં વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરનો સમાવેશ થયો હતો.


ઓસ્ટ્રેલિયન ટીમવતીથી મિશેલ સ્ટાર્ક (ત્રણ વિકેટ), જોશ હેઝલવુડ (2), પેટ કમિન્સે (2) વધુ વિકેટ લીધી હતી, ત્યારબાદ એક-એક વિકેટ ગ્લેન મેક્સવેલ, એડેમ ઝમ્પાએ લીધી હતી. પચાસ ઓવરની મેચમાં ઓસ્ટ્રેલિયાએ 12 રન એક્સ્ટ્રા આપ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button