એરપોર્ટ પર ઓનલાઈન શોપિંગ કરતી રહી મહિલા અને ત્યાં…
આપણે બધા જ આજકાલ એટલી બધી ભાગદોડવાળી લાઈફ જીવતા થઈ ગયા છીએ કે ન પૂછો વાત. સમય બચાવવા માટે આપણે જાત-જાતના રસ્તાઓ શોધી લીધા છે. આવો જ એક રસ્તો એટલે ઓનલાઈન શોપિંગ.
ઓનલાઈન શોપિંગના બે મુખ્ય ફાયદાઓ છે જેમાંથી એક એટલે કે ઓનલાઈન શોપિંગને કારણે એક તો સમય અને એનર્જી તો બચે જ છે પણ એની સાથે સાથે જ સારું એવું ડિસ્કાઉન્ટ પણ મળી જાય છે. પણ શું થાય જ્યારે આ ઓનલાઈન શોપિંગના ચક્કરમાં તમે ટ્રેન કે ફ્લાઈટ ચૂકી જાવ તો? સાંભળવામાં ભલે વિચિત્ર લાગતું પણ હોય આવું હકીકતમાં બન્યું છે. ઘટના ચીનની છે. ચીનમાં ઓનલાઈન શોપિંગ કરવામાં મહિલા એટલી બધી વ્યસ્ત થઈ ગઈ હતી કે તે પોતાની ફ્લાઈટ ચૂકી ગઈ હતી.
મહિલાએ એરપોર્ટ પર પહોંચી હતી અને ફ્લાઈટને હજી સમય છે એવું વિચારીને તેણે ઓનલાઈન શોપિંગ કરવાનું શરૂ કર્યું. શોપિંગમાં મહિલા એટલી બધી ગુમ થઈ ગઈ કે ફ્લાઈટ તેને લીધા વિના જ ઉપડી ગઈ અને મહિલા એરપોર્ટ પર જ રહી ગઈ.
એરપોર્ટ પર સિક્યોરિટી ચેક ઈન કરાવ્યા પછી મહિલાએ ત્યાં જ બેસીને મોબાઈલમાં શોપિંગ કરી રહી હતી અને એવામાં તેને સમયનું ભાન નહીં રહ્યું. જ્યારે મોબાઈલમાં કલાકો સુધી શોપિંગ કર્યા બાદ મહિલાને સમયનું ભાન થયું ત્યારે મહિલાએ પોતાની ફ્લાઈટની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન મહિલાને જાણવા મળ્યું કે તેની ફ્લાઈટ તો ટેક ઓફ કરી ચૂકી છે.
બસ, પછી તો પૂછવું શું ફ્લાઈટ ચૂકી જવાને કારણે મહિલા એરપોર્ટ પર જ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી હતી. મળી રહેલી માહિતી પ્રમાણે આ ઘટના ચીનના શાંઘાઈ એરપોર્ટની છે.