આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈ એરપોર્ટ બાબતે આ મહત્ત્વની માહિતી આપી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ…

મુંબઈઃ મુંબઈ એરપોર્ટ એ દેશનું સૌથી વ્યસ્ત અને સૌથી વધુ ધમધમતું એરપોર્ટ છે અને હવે આ જ એરપોર્ટે વધુ એક ઐતિહાસિક કામગિરી કરીને એક અનોખો વિક્રમ ફરી એક વખત પોતાના નામે કર્યો છે. ખુદ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ આ વિક્રમની જાહેરાત કરી છે. ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે મુંબઈ એરપોર્ટ કે જેને આપણે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (સીએસએમઆઈએ) તરીકે ઓળખીએ છીએ તે હાલમાં સિંગલ રનવે તરીકે કાર્યરત છે.

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુંબઈ એરપોર્ટ દ્વારા નોંધાવવામાં આવેલા વિક્રમની માહિતી આપતાં પોસ્ટ કરી હતી કે એક ઐતિહાસિક કામગિરી. 11મી નવેમ્બરના અમે 24 કલાકમાં 1,032 ફ્લાઈટ ટેક ઓફ કરાવીને સૌથી વધુ વ્યસ્ત એવો એર ટ્રાફિક ડે ઉજવ્યો. આજે ફરી અમે લોકોએ ફરી એક વખત મુંબઈ એરપોર્ટ પર વધુ એક નવો વિક્રમ પોતાના નામે કર્યો છે. આ સિંગલ રનવે એરપોર્ટ પરથી એક જ દિવસમાં 1,61,760 પ્રવાસીઓને સેવા આપવામાં આવી હતી અને એ માટે એઆઈ, સીએઆઈએસએફ, ઈમિગ્રેશન અને કસ્ટમ, એરલાઈન્સ પાર્ટરનર અને સીએસએમઆઈએમાં સહભાગી અમારા અદાણી ગ્રુપનો હું આભાર વ્યક્ત કરું છું. જય હિંદ…

દિવાળી નિમિત્તે મુંબઈ એરપોર્ટ પરથી એક હજારથી વધુ વિમાનોની એર ટ્રાફિક મુવમેન્ટ્સ જોવા મળી હતી. 11મી નવેમ્બરના મુંબઈ એરપોર્ટ પર 1032 વિમાનોએ ટેકઓફ અને લેન્ડિંગ કર્યું હતું. સીએસએમઆઈએ માટે આ સૌથી મોટી સફળતા છે. હવે વધુ એક સફળતા સીએસએમઆઈએ સાથે જોડાઈ ગઈ છે. એક જ દિવસમાં 1,61,760 પ્રવસીઓને સર્વિસ આપીને સીએસએમઆઈએએ એક અનોખો વિક્રમ પોતાના નામે કર્યો છે, એવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ટરનેશન એરપોર્ટના વ્યવસ્થાપનની જવાબદારી અદાણી ગ્રુપની છે. મુંબઈની સાથે સાથે દેશના અનેક એરપોર્ટનું વ્યવસ્થાપન અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button