સ્પોર્ટસ

ક્રિકેટના ભગવાન અમદાવાદને આંગણે: મેચને લઇને સચિને કહી દીધી આ મોટી વાત..

અમદાવાદમાં રમાનારી ક્રિકેટ મેચ જોવા માટે દેશવિદેશમાં અનેક ખ્યાતનામ હસ્તીઓ ઉમટી રહી છે ત્યારે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર પણ અમદાવાદના આંગણે પધાર્યા હતા. એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં સચિને આજની મેચ વિશે આ મોટી વાત કહી દીધી..

સચિને કહ્યું કે “હું 5 તારીખે પણ અહીં આવ્યો હતો અને આજે ફરી અહીં આવ્યો છું. હોપફૂલી આજે ટ્રોફી આપણે જ ઉપાડીશું.. “

ઉલ્લેખનીય છે કે આજની મેચમાં ટીમ ઇન્ડિયા પાસેથી દરેક ભારતીયને ઘણી આશાઓ છે. કાંગારૂ ટીમ પાંચ વખત વર્લ્ડ કપ જીતી ચુકી છે. આવી સ્થિતિમાં આજે ચાહકોને આશા છે કે રોહિત બ્રિગેડ ચોક્કસપણે ઓસ્ટ્રેલિયન ટીમનું ગૌરવ તોડશે.
હાલમાં ટીમ ઈન્ડિયા પર બનેલું એક ગીત ખૂબ ચર્ચામાં છે. એક જૂથે આ ગીત ભજન શૈલીમાં ગાયું છે અને આ ગાયક જૂથમાં સૂફી ગાયક વજાહત હસન પણ સામેલ છે, જેમની કવ્વાલી લોકોના હૃદયને સ્પર્શે છે. તમે ‘રામ આયેંગે’ ગીત તો સાંભળ્યું જ હશે. ભારતીય ક્રિકેટ ટીમ પર બનેલું આ ગીત પણ આ ભજન પર આધારિત છે, જેને ખૂબ જ સુંદર રીતે ગાયું છે. આ ગીતના બોલ આ પ્રમાણે છે, ‘કોહલી સેન્ચુરી પે સેન્ચુરી લગાયેંગે, શમી વિકેટો કી ઝડિયા લગાયેંગેં… રોહિત ગિલ, રાહુલ, શ્રેયસ સૂર્યા સબ મારેંગે, કપ લાયેંગે… બુમરાહ જદ્દુ, દીપ સિરાજ તહલકા મચાયેંગે…. કપ લાયેંગે’. આ ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button