અમદાવાદ: અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન ડે વર્લ્ડ કપની ફાઇનલ મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ટીમ ઇન્ડિયાએ સતત દસ મેચમાં જીત મેળવીને અંતિમ રાઉન્ડ વર્લ્ડ કપ 2023 ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આજની મેચમાં ભારતનું પલ્લું થોડું ભારે છે, પરંતુ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના સાત ધુરંધર બેટરને ઓછા આંકવાની ભૂલ નહીં કરે. કારણ કે ઓસ્ટ્રેલિયાના ટોપ-7 બેટ્સમેનમાંથી ટીમ ઈન્ડિયા સામે ચાર બેટ્સમેનોનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. કેટલાક બેટ્સમેનની બેટિંગ એવરેજ શ્રેષ્ઠ રહી છે, જ્યારે અન્ય સ્ટ્રાઈક રેટ પણ સર્વોત્તમ રહ્યો છે. તેથી આ સાત બેટરને સસ્તામાં આઉટ કર્યા તો જીત માટે ભારતના કપરા ચઢાણ રહેશે નહિ.
ઓપનર ટ્રેવિસ હેડની વાત કરીએ. હેડ ટીમ ઈન્ડિયા સામે અત્યાર સુધી 8 મેચ રમ્યો છે અને માત્ર 29.71ની એવરેજથી 208 રન બનાવ્યા છે. હેડનો સ્ટ્રાઈક રેટ 94.97 રહ્યો છે. ટીમ ઈન્ડિયા સામે ટ્રેવિસનો સર્વોચ્ચ સ્કોર 51 રન છે. બીજો બેટર ડેવિડ વોર્નર છે, જેમાં વોર્નર હંમેશા ભારતીય ટીમ માટે મુસીબત બન્યો છે. (વર્લ્ડ કપ 2023 ફાઈનલ) જ્યારે વોર્નર મેદાન પર આવ્યો ત્યારે રનનો વરસાદ નક્કી થઈ ગયો હતો. વોર્નરે ટીમ ઈન્ડિયા વિરુદ્ધ 26 મેચની 25 ઈનિંગમાં 50.62ની શાનદાર બેટિંગ એવરેજથી 1215 રન બનાવ્યા છે. તેણે ત્રણ સદી અને નવ અડધી સદી ફટકારી છે. તેણે ભારત સામે 98.54ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. તેને ભારતીય મેદાન પર રમવાનો ઘણો સારો અનુભવ ધરાવે છે.
ઓલરાઉન્ડર મિશેલ માર્શ ટીમ ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા (વર્લ્ડ કપ 2023 ફાઈનલ)ના ODI ઈતિહાસમાં ચોથી સૌથી વધુ બેટિંગ એવરેજ ધરાવે છે. તેણે ટીમ ઈન્ડિયા સામે 65.42ની શાનદાર બેટિંગ એવરેજથી રન બનાવ્યા. મિચેલ માર્શે ટીમ ઈન્ડિયા સામે અત્યાર સુધી 11 વન-ડેની 10 ઈનિંગમાં 458 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા સામે તેનો સ્ટ્રાઈક રેટ પણ શાનદાર છે. તે 116ના સ્ટ્રાઈક રેટથી રન કરે છે.
પાંચમાં બેટર સ્ટીવ સ્મિથ લાંબા સમયથી ભારત (વર્લ્ડ કપ 2023ની ફાઈનલ) સામે સારું રમ્યો છે. તેણે ટીમ ઈન્ડિયા વિરુદ્ધ 28 મેચની 24 ઈનિંગમાં 54.41ની મજબૂત બેટિંગ એવરેજથી 1306 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ પણ 100.84 રહ્યો છે. સ્મિથે ટીમ ઈન્ડિયા સામે અત્યાર સુધીમાં 5 સદી અને 6 અર્ધસદી ફટકારી છે.
ઉપરાંત, માર્નસ લેબુશેન પણ ટેસ્ટ ક્રિકેટના આ દિગ્ગજ ખેલાડીએ વન ડે મેચો (વર્લ્ડ કપ 2023 ફાઈનલ)માં ટીમ ઈન્ડિયા સામે સરેરાશ પ્રદર્શન કર્યું છે. તેણે ટીમ ભારત સામે 13 મેચની 11 ઈનિંગ્સમાં 35.18ની એવરેજ અને 89.37ની સ્ટ્રાઈક રેટથી 387 રન બનાવ્યા છે. તેનો શ્રેષ્ઠ સ્કોર ભારત સામે 72 રન છે.
ગ્લેન મેક્સવેલ ભારત-ઓસ્ટ્રેલિયા વન ડેના ઈતિહાસમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ ધરાવતો બેટ્સમેન છે. મેક્સવેલે ભારત સામે 134ના વિસ્ફોટક સ્ટ્રાઈક રેટથી સ્કોર કર્યો હતો. વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓમાં સ્ટ્રાઈક રેટના મામલે કોઈ તેની નજીક નથી. તેના પછી મિશેલ માર્શનો નંબર આવે છે જેણે ભારત સામે 116ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. મેક્સવેલે ભારત સામે 31 મેચની 30 ઇનિંગ્સમાં 941 રન બનાવ્યા છે.
ઓસ્ટ્રેલિયન વિકેટ કીપર બેટ્સમેન જોસ ઈંગ્લિશ આ વર્ષે ભારતીય ટીમ સામે તેની પ્રથમ વનડે રમ્યો છે. તેણે ટીમ ઈન્ડિયા સામે ત્રણ વનડે રમી જેમાં તેણે 77 રન બનાવ્યા. અહીં (વર્લ્ડ કપ 2023 ફાઈનલ) તેની બેટિંગ એવરેજ 25.66 અને સ્ટ્રાઈક રેટ 95 છે.
વેલ, કાંગારૂઓ સામે ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન કેવું રહેશે એ તો આજે સમય કહેશે પણ જો ભારતીય ટીમનું ચેમ્પિયન જેવું પ્રદર્શન રહ્યું તો ચોક્કસ ભારત વર્લ્ડ કપ જીતી શક્શે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને