માત્ર મેચ જ નહીં સેનાના કરતબ, વિશ્ર્વવિખ્યાત આર્ટિસ્ટોનાં લાઇવ પરફોર્મન્સ જોવા મળશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રેક્ષકોના દિવસને યાદગાર બનાવવા કટીબદ્ધ આઇસીસીના કાર્યક્રમની બીસીસીઆઇ ટીવી પર કરાયેલ જાહેરાતમાં કાર્યક્રમોનો સમય જણાવાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભારત ઓસ્ટ્રેલિયાનો વિશ્વ કપ માટેનો મુકાબલો શરૂ થાય તે પૂર્વે બપોરે ૧.૩૫થી ૧.૫૦ દરમિયાન ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટૂકડી વિમાની કરતબો દેખાડશે.
તદુપરાંત પ્રથમ ઇનીંગના ડ્રીંક્સ બ્રેકમાં આદિત્ય ગઢવી પરફોર્મ કરશે. ત્યારબાદ ઇનીંગ પૂરી થતાં આવતા બ્રેકમાં પ્રીતમ ચક્રબર્તી, જોનીતા ગાંધી, નકશ અઝીઝ, અમીત મિશ્રા, અકાસા સીંઘ અને તુષાર જોશીનું લાઇવ પરફોર્મન્સ જોવા મળશે. સેક્ધડ ઇનીંગના ડ્રીંક્સ બ્રેકમાં લેસર અને લાઇટ શો જોવા મળશે એવું આ સ્ત્રોતોએ જણાવ્યું હતુ.
દરમિયાન આ પૂર્વે અમદાવાદ ખાતે યોજાયેલ વર્લ્ડ કપ મેચમાં રંગારંગ કાર્યક્રમને સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકો માટે જ સિમિત રખાયો હતો અને એનું લાઇવ કાસ્ટ કરાયું ન હતુ તેથી ટીવી પર મેચ જોનારા ક્રિકેટરસિકો નારાજ થયા હતા. આ વખતે પણ એ જ પ્રથા ચાલુ રખાય છે કે કેમ એ જોવું રહ્યું. ઉ