જૈન મરણ
સ્થાનકવાસી જૈન
સુરેન્દ્રનગર, હાલ બોરીવલી હંસાબેનના પતિ કીર્તિકાન્ત વાડીલાલ વોરા (ઉં. વ. ૮૨) તે શીતલ, સમીર, અંકુરના પિતા. સ્વ. વિપુલ, રૂપા, જુલીના સસરા, સ્વ. વાડીલાલ કસ્તુરચંદ વોરાના દીકરા. મહેન્દ્રભાઈ, ઉષાબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. વસંતબેન, સ્વ. જ્યોત્સ્નાબેનના ભાઈ. ૧૬/૧૧/૨૩ ના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા, હાલ મલાડ મંજુલાબેન દિપચંદભાઈ મહેતાના પુત્ર નીતિનભાઈ (ઉં. વ. ૬૫) તે ૯/૧૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે શીલાબેનના પતિ. પૂજા તથા વિશાલના પિતા. કૈલાશબેન ધન્વંતરાય, સ્વ. રશ્મિબેન લહેરચંદ, વર્ષાબેન મધુકાંત, નયનાબેન વિનોદકુમાર, શિલ્પા અજયકુમાર, કૌશિકભાઈ તથા જીતેનભાઈના ભાઈ. વિનુભાઈ જયંતીભાઈ, ધર્મેન્દ્રભાઈ જયંતીભાઈ, મીતાબેન મુકેશભાઈના બનેવી. તેમની ભાવયાત્રા ૨૧/૧૧/૨૩ ના ૯.૩૦ થી ૧૧.૩૦ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ચોથે માળે , એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા, હાલ વિલેપારલે સ્વ. રૂગનાથ તારાચંદ દોશીના પુત્ર સ્વ. બળવંતભાઈ દોશીના ધર્મપત્ની તેમજ ભગવાનજી હીરાચંદ મહેતાના સુપુત્રી ઉષાબેન, (ઉં. વ. ૭૦) ગુરુવાર તા. ૧૬/૧૧/૨૦૨૩ના અરિહંતશરણ થયેલ છે, તેઓ ડિમ્પલબેન મનીષભાઈ, ફાલ્ગુનીબેન કરણભાઈ, વંદનાબેન સુહાગભાઈ, હિરલબેન દર્શનભાઈના માતુશ્રી. પ્રાથર્નાસભા શનિવાર તા.૨૫/૧૧/૨૩ ના ૧૦થી ૧૨.૦૦ પાટીદાર હોલ, પાર્લેશ્ર્વર રોડ, આદીતી હોટેલ ની બાજુમાં, વિલે પાર્લે ઇસ્ટ,
પોરબંદર દશા શ્રીમાળી જૈન
પોરબંદર, હાલ ફોર્ટ મુંબઈ સ્વ. છોટાલાલ હરીલાલ શાહ તથા સ્વ. કાંતાબેન (નીમુબેન) શાહના સુપુત્ર શ્રી અશ્ર્વિન શાહ (ઉં. વ. ૭૬), તે યશ્ર્વીબેનના પતિ. મિનાક્ષી ગુણવંતલાલ શાહ અને લેખા મધુકર શેઠના ભાઈ. પારૂલ તથા િંકજલના પિતા. અનિલકુમાર શાહ તથા ધ્વનીના સસરા. ગુરુવાર તા. ૧૬-૧૧-૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. લોકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
પ્રાગપુરના અ.સૌ. હેમલતા હરખચંદ વોરા (ઉં. વ. ૬૬) તા. ૧૬-૧૧ના અવસાન પામેલ છે. અમ્રતબેન નાનજીના પુત્રવધૂ. જીવીબેન જેઠુભાઇના સુપુત્રી. સ્વ. પ્રદીપ, સમાઘોઘા અમ્રતબેન ભવાનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હરખચંદ નાનજી વોરા, ૧૮, ગેસ્પર લોજ બિલ્ડીંગ, પાલીમાલા રોડ, બાંદ્રા (વે.), મુંબઇ-૫૦.
લુણીના અ.સૌ. ઝવેરબેન વસનજી ગલીયા (ઉં. વ. ૬૮) તા. ૧૭-૧૧-૨૩ના દેહ પરિવર્તન કરેલ છે. મણીબાઈ રામજીના પુત્રવધુ. વસનજીના પત્ની. નીશા, રાજીવ, હેતલના માતા. ગુંદાલા લાછબાઈ હીરજી દેવજી સતરાના પુત્રી. રામજી, નાનજી, નાનાલાલ, લક્ષ્મી, પ્રેમીલા (પુરબાઈ), પ.પૂ. બ્રાહ્મીકુમારી મ.ના બેન. પ્રા. સ્થળ : શ્રી ક.વિ.ઓ. સ્થાનકવાસી જૈન મહાજનવાડી, ચીંચપોકલી. ટા. ૩ થી ૪.૩૦.
પાટણ વિશા શ્રીમાળી જૈન
શાંતીનાથની પોળના હાલ વિલેપાર્લે સ્વ. ભગવતિબેન ભગવાનદાસ શાહના પુત્રવધૂ અરૂણાબેન શાહ (ઉં. વ. ૭૮) , તા. ૧૭-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વિનોદચંદ્રના પત્ની, સ્વ. પ્રભાવતીબેન ચનલાલ પટણીના પુત્રી, અલ્પા, જીગ્નેશ, અલ્પેશ તથા સ્વ. ધરાના માતુશ્રી, રાગ્નેશભાઈ, મોનીકા, સોનાલી તથા અતુલભાઈના સાસુ. લોકિક વ્યવહાર રાખેલ નથી.
સોરઠ વીસા શ્રીમાળી જૈન
જૂનાગઢ હાલ કાંદિવલી સ્વ. રમણીકલાલ તારાચંદ સંઘવીના પુત્ર કિશોરભાઇ (ઉં.વ. ૮૧) તા. ૧૭-૧૧-૨૩ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે નયનાબહેનના પતિ. વિજય, અશોક તથા સ્વ. કુસુમબહેન પ્રેમચંદ શાહના ભાઇ. બચુભાઇ દલીચંદ શાહ, ગૌતમભાઇ તથા સ્વ. કાંતાબેન શાંતિલાલ શાહના બનેવી. કિરણ મિલનભાઇ, રાજુલ કિશોરભાઇ, પારુલ મનીષભાઇ તથા પલ્લવી રવિભાઇના પિતાશ્રી. મોસાળ પક્ષે અંજવાળીબેન જયચંદ નાગજી. સાદડી તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.