આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), રવિવાર, તા. ૧૯-૧૧-૨૦૨૩, છઠ પૂજા,
ભાનુ સપ્તમીનો સૂર્યપૂજાનો શ્રેષ્ઠ યોગ,
ભારતીય દિનાંક ૨૮, માહે કાર્તિક, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૬
જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક,
તિથિ સુદ-૬
પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૪થો શહેરેવર, માહે ૯મો આદર, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૪થો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૭મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર શ્રવણ રાત્રે ક. ૨૨-૪૮ સુધી પછી ઘનિષ્ઠા.
ચંદ્ર ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૭ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૩ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૫-૫૦, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૪૬ (તા. ૨૦)
ઓટ: સવારે ક. ૧૦-૦૬, રાત્રે ક. ૨૧-૪૨
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – ષષ્ઠી. સૂર્યષષ્ઠી – છઠ્ઠ (બિહાર), સપ્તમી ક્ષય તિથિ છે. ભાનુ સપ્તમી, સંત જલારામ જયંતી, કલ્પાદિ. ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૯-૨૩ (તા.૨૦મી)
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્યો વર્જ્ય
મુહૂર્ત વિશેષ: ભગવાન સૂર્યનારાયણનું પૂજન,શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા,સૂર્ય-ચંદ્ર દેવતાનું પૂજન, ગાયત્રી જાપ, હવન, સર્વ શાંતિ, શાંતિ પૌષ્ઠિક પૂજા, તર્પણ શ્રાદ્ધ, નિત્ય થતાં દુકાન-વેપારનાં કામકાજ, માલ લેવો,મંદિરોમાં ધજા, કળશ, પતાકા ચઢાવવી, વૃક્ષ વાવવાં,ચંદ્ર બળ જોઇ સીમંત સંસ્કાર, ધાન્ય ભરવું. વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત્ર પાઠ વાંચન, શ્રી સુક્ત અભિષેક.
શ્રી આદિત્યહૃદય સ્ત્રોત્ર પાઠ. બ્રહ્મલીન સંત જલારામ જયંતી ઉત્સવનો સર્વત્ર મહિમા.
આચમન: ચંદ્ર-શુક્ર ત્રિકોણ પ્રવાસનો શોખ
ખગોળ જ્યોતિષ:ચંદ્ર-શુક્ર ત્રિકોણ
ગોચરગ્રહો:સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મેષ, શુક્ર-ક્ધયા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર