IPL 2024આપણું ગુજરાત

જો ટીમ ઈન્ડિયા જિતશે તો ટીમ ઈન્ડિયાના ખેલાડીને મળશે આ ખાસ ગિફ્ટ…

રાજકોટઃ આવતીકાલે એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટનો મહાકુંભ યોજાવવાનો છે અને આ બધા વચ્ચે રાજકોટના તાલુકા સરપંચ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાત અનુસાર જો ટીમ ઈન્ડિયા આવતીકાલે વર્લ્ડકપ જીતશે તો ટીમ ઈન્ડિયાના એક એક પ્લેયરને રાજકોટ ખાતે ગિફ્ટમાં પ્લોટ આપવામાં આવશે.

ક્રિકેટપ્રેમીઓ દ્વારા એવી આશા સેવાઈ રહી છે કે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં વિજેતા થાય અને વીસ વર્ષ પહેલાં એટલે કે 2003ની હારનો બદલો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયન ટીમને ધૂળ ચાટતી કરી નાખે.

આ બાબતે રાજકોટ તાલુકા સરપંચ એસોસિએશનના પૂર્વ પ્રમુખ તેમજ જિલ્લા ભાજપ અગ્રણી કેયુર ઢોલરીયાએ ભારતીય ક્રિકેટ ટીમના 15 સભ્ય તેમજ કોચ સહિત 16 સભ્ય માટે પુરસ્કારની જાહેરાત કરી છે. આવતીકાલે રમનાર વિશ્વકપના ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાનો વિજય થશે તો ભાયાસર કાથરોટા નજીક શિવમ જૈમીન ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં એક-એક પ્લોટ ભેટમાં આપવામાં આવશે.

આ બાબતે માહિતી આપતા ઢોલરીયાએ જણાવ્યું હતું કે ‘રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ ઝોનના હબ ગણાતા લોથડા ઇન્ડસ્ટ્રીયલ ઝોન વિસ્તારમાં આવતા ભાયાસર કાથરોટા પાસે આધુનિક સુવિધા સાથે શિવમ જૈમીન ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પ્રત્યેક ખેલાડી તેમજ કોચ સહિત સોળ જેટલા વ્યક્તિઓને 251 વારનો પ્લોટ ગિફ્ટ તરીકે આપવામાં આવશે. હું નાનપણથી જ ક્રિકેટ મેચ રમવા અને જોવાનો શોખ ધરાવે છે અને એમાં પણ જ્યારે વર્લ્ડકપની ફાઈનલ મેચ અમદાવાદ ખાતે રમાઈ રહી હોય, પીએમ નરેન્દ્ર મોદી પણ મેચ જોવા આવશે ત્યારે દેશનો દરેક નાગરિક ટીમ ઈન્ડિયાની જિત માટે પ્રાર્થના કરી રહ્યો છે.

અહીંયા તમારી જાણ માટે કે ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં પ્રતિ વાર 3,000થી 4000 રૂપિયા સુધીમાં અમે પ્લોટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે એટલે રૂપિયા 4000ના ભાવ લેખે 251 વાર પ્લોટની કિંમત 10 લાખથી વધુ થાય છે, એટલે આમ પ્રત્યેક ખેલાડીને દસ લાખથી વધુની કિંમતનો પ્લોટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત