નેશનલ

નશીલો પદાર્થ પીવડાવી રેપ કર્યો અને તેનો વીડિયો બનાવીને તેની જ માતાને….

કોલકાતા: રેપની ઘટના વિશેના ન્યૂઝ આપણે સાંભળતા જ હોઇએ છીએ પરંતુ એક સગીર છોકરીનો રેપ કરી તેનો વીડિયો બનાવીને તેની માતા અને અન્ય લોકોને મોકલવામાં આવ્યો. આ ઘટના પશ્ચિમ બંગાળના ઔદ્યોગિક ટાઉનશિપ દુર્ગાપુરમાં બની હતી. શુક્રવારે એક સગીર છોકરી પર બળાત્કાર કરી અને તેનો વીડિયો બનાવીને તેની માતે અને અન્ય લોકોને મોકલવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતાની માતાએ વીડિયો મળતા જ તેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી લતીફુલ શેખની ધરપકડ કરી છે. તે પીડિત પરિવારનો પાડોશી છે.

આસનસોલ-દુર્ગાપુર પોલીસ કમિશનરેટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ બાદ આરોપીને દુર્ગાપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જ્યાં સરકારી વકીલે તેની પોલીસ કસ્ટડી માંગી હતી. આરોપી પર ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર) તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટની કલમો હેઠળ આરોપ લગાવવામાં આવ્યો છે. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.

પીડિતાની માતાએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે આરોપીએ લગભગ 15 દિવસ પહેલા પીડિતાને પોતાના ઘરે બોલાવી હતી. અને તેને નશાયુક્ત કોલ્ડ ડ્રિંક આપીને બેભાન કરી દીધી હતી. ત્યારબાદ તેની સાથે બળાત્કાર કર્યો અને સમગ્ર ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો. અને બાદમાં કેટલાક લોકો સાથે વીડિયો શેર કર્યો, જેમાં પીડિતાની માતા પણ સામેલ છે. ઘટના બાદ તેની પુત્રી ભાંગી પડી હતી અને દાદીના ઘરે જવાની જીદ કરતી હતી. જ્યારે પીડિતાની માતાને તમામ ઘટનાની જાણ થઈ ત્યારે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button