મુંબઈમાં એક-બે દિવસ નહીં પૂરા આટલા દિવસ રહેશે પાણીકાપ, જોઈ લો તારીખો…
મુંબઈ: દિવાળીનો તહેવાર પૂરો થતાં મુંબઈગરાઓની ચિંતામાં વધારો કરતાં સમાચાર આવ્યા છે, કારણકે શહેરમાં એક કે બે દિવસ માટે નહીં પણ લગભગ 13 દિવસો માટે બીએમસી દ્વારા પાણીકાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઈ મહાનગર પાલિકાએ પીસે-પાંજરાપોળ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સમારકામ ચાલતું હોવાને લીધે ૨૦ નવેમ્બરથી બે ડિસેમ્બર દરમિયાન શહેર થનારા પાણી પુરવઠામાં ૧૦ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ પાણી કપાતની સૌથી વધુ અસર મુંબઈના થાણે અને ભિવંડીમાં થવાની શક્યતા છે.
મુંબઈ શહેરને 55 ટકા પાણી પુરવઠો પીસે-પાંજરાપોળ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી કરવામાં આવે છે. ત્યાં ચાલતા સમારકામને લીધે મુંબઈ અને ઉપનગરોના ૨૪ વિભાગોના પાણી પુરવઠામાં કપાત કરવામાં આવશે. તેથી બીએમસી દ્વારા નાગરિકોને પાણીને સાચવીને વાપરવા અને તેની વ્યવસ્થા કરી રકવા અપલી કરી છે.
મહાપાલિકાના 13 દિવસ સુધી પાણી કપાત કરવાના નિર્ણયને લીધે મુંબઈવાસીઓ મુશ્કેલીમાં મુકાશે. દિવાળીની રજા, ઘરમાં મહેમાનો આવતા લોકોને પાણી સાચવીને વાપરવાની ભલામણ પાલિકા દ્વારા નાગરિકોને કરવામાં આવી છે.