સ્પોર્ટસ

ધોની, સચિન, રોહિત કે વિરાટ નહીં….. આ છે સૌથી અમીર ભારતીય ક્રિકેટર

બધાની કુલ આવક કરતા પણ વધુ સંપત્તિના છે માલિક

નવી દિલ્હીઃ એમાં કોઈ શંકા નથી કે ક્રિકેટ એ ભારતમાં સૌથી મોટી રમત છે. હોકી દેશની રાષ્ટ્રીય રમત હોવા છતાં દેશમાં ક્રિકેટની લોકપ્રિયતા ઘણી વધારે છે. ભારતીય ક્રિકેટરો પણ વિશ્વના સૌથી અમીર લોકોમાં સામેલ છે. તમે કોઈપણ ક્રિકેટ ચાહકને પૂછો કે વિશ્વનો સૌથી અમીર ક્રિકેટર કોણ છે તો જવાબ મળશે ધોની, સચિન તેંદુલકર, વિરાટ કોહલી….

મોટાભાગના લોકો માને છે કે દેશના સ્ટાર ખેલાડીઓ સચિન તેંડુલકર, એમએસ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા સૌથી અમીર ભારતીય ક્રિકેટરોની યાદીમાં આવે છે. પરંતુ ના એવું બિલકુલ નથી. ભારતમાં જ આવા એક ક્રિકેટરની સંપત્તિ 20 હજાર કરોડ રૂપિયા છે અને તેમનું ઘર દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર કરતા પણ મોટું છે. તમે તેનું નામ ભાગ્યે જ સાંભળ્યું હશે.

બરોડાના આ બરોડાના ભૂતપૂર્વ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર પાસે 20 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી અમીર ક્રિકેટર છે. બીજી તરફ વિરાટ કોહલીએ તાજેતરમાં 1000 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. સમરજીત સિંહ રણજીત સિંહ ગાયકવાડ રાજવી પરિવારમાંથી આવે છે. 25 એપ્રિલ 1967ના રોજ જન્મેલા સમરજિત સિંહ ગાયકવાડ, ગુજરાતના બરોડાના રાજા રહી ચૂક્યા છે. તે ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે અને તેણે રણજી ટ્રોફીમાં બરોડાનું પ્રતિનિધિત્વ કર્યું છે. ટોપ ઓર્ડર બેટ્સમેન તરીકે છ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. તેઓ બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે.

સમરજીત સિંહ ગાયકવાડ રણજિત સિંહ પ્રતાપ સિંહ ગાયકવાડ અને શુભાંગિની રાજેના એકમાત્ર પુત્ર છે. 2012 માં તેમના પિતાના મૃત્યુ પછી, તેમણે મહારાજાની ગાદી સંભાળી હતી. સમરજિત સિંહ ગાયકવાડ લક્ષ્મી વિલાસ પેલેસના માલિક પણ છે, જે વિશ્વના સૌથી મોટા ખાનગી રહેઠાણ છે અને તે બકિંગહામ પેલેસ કરતા ચાર ગણું મોટું છે. સમરજિત સિંહ ગાયકવાડના લગ્ન રાધિકા રાજે સાથે થયા છે, તે વાંકાનેરના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. આ સિવાય ગુજરાત અને વારાણસીમાં તેમના નિયંત્રણ હેઠળના 17 મોટા મંદિરો પણ છે.

સમરજિત સિંહની સંપત્તિ તેના ક્રિકેટ સમકક્ષો કરતાં ઘણી વધારે છે, તેની સંપત્તિનું મૂલ્ય 20,000 કરોડ રૂપિયાથી વધુ છે. હવે જો આપણે ભારતના સ્ટાર ક્રિકેટર્સ એમએસ ધોની, સચિન તેંડુલકર, વિરાટ કોહલીની કુલ સંપત્તિની તુલના સમરજિત સાથે કરીએ તો તે બધા એકંદરે ઘણા પાછળ છે. સચિનની કુલ સંપત્તિ 1250 કરોડ રૂપિયા છે, વિરાટ કોહલીની કુલ સંપત્તિ 1050 કરોડ રૂપિયા છે. જ્યારે એમએસ ધોની 1040 કરોડની સંપત્તિના માલિક છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માની કુલ સંપત્તિ 182 કરોડ રૂપિયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button