IPL 2024સ્પોર્ટસ

વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારતને સમર્થન આપશે આ દેશ

અમદાવાદઃ ઓસ્ટ્રેલિયા સામે ICC વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઇઝરાયલ ભારતને સપોર્ટ કરશે. ભારતમાં ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને ટાઈટલ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને સમર્થન જાહેર કર્યું છે. તેમણે શુક્રવારે ક્રિકેટ ચાહકો માટે એક અનોખી સ્પર્ધાની પણ જાહેરાત કરી હતી. નાઓર ગિલન ભારતીય ટીમના મોટા સમર્થક છે. તેઓ અગાઉ પણ ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરી ચૂક્યા છે.

હવે આ ખાસ અવસર પર તેણે એક અનોખી સ્પર્ધા પણ રજૂ કરી. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ તેમની જર્સીની ડિઝાઈન ઈઝરાયલ એમ્બેસી સાથે શેર કરે. તેમણે કહ્યું કે નસીબદાર વિજેતાઓને એક ખાસ જર્સી મળશે જેના પર ભારત-ઈઝરાયલ સંબંધો દર્શાવવામાં આવશે. જર્સી પર 15 ભારતીય ખેલાડીઓનો ફોટો પણ હશે.


“શાલોમ ઈન્ડિયા! અમે દૂતાવાસમાં આગામી ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ અને અલબત્ત, અમે ભારત માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. હું તમને જણાવવા ઈચ્છું છું કે ઈઝરાયલ અને ભારત ” વચ્ચેના સંબંધોને દર્શાવતી 15 જર્સી ભેટમાં આપવા ઈચ્છીએ છીએ.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “હું સૌથી ક્રિએટીવ આર્ટિસ્ટને તેમની વિજેતા ડિઝાઇન સાથે 15 જર્સી મોકલવાનું વચન આપું છું. ચાલો સર્જનાત્મક ક્રિકેટ ફેસ્ટની શરૂઆત કરીએ. ચક દે ઇન્ડિયા!”


જાણકારી ખાતર કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ફાઈનલ મેચમાં ભારતનો સામનો કટ્ટર હરીફ ઓસ્ટ્રેલિયા સામે થશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આ કાર્યક્રમ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને ઘણી જાણીતી હસ્તીઓ અને જાહેર હસ્તીઓ મેચમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને ભારત ફાઇનલમાં પહોંચ્યું હતું. આ મેચમાં ભારત માટે સ્ટાર પર્ફોર્મર મોહમ્મદ શમી હતો જેણે ઐતિહાસિક 7 વિકેટ લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button