ચાલો અમદાવાદઃ ફાઈનલ મેચના પગલે મુંબઈથી અમદાવાદ વચ્ચે સ્પેશિયલ ટ્રેન
શહેરમાં 19મી નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ રમાવાની છે. ફાઈનલ મેચના પગલે પશ્ચિમ રેલવે દ્વારા ફાઈનલ મેચ જોવા આવનારા ક્રિકેટપ્રેમીઓની વધારાની ભીડને પહોંચી વળવા મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ, બાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ અને છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ-અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર ત્રણ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં ઈવી છે.
ટ્રેન નંબર 09001 બાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ શનિવાર, 18મી નવેમ્બર 2023ના રોજ બાન્દ્રા ટર્મિનસથી 23.45 કલાકે ઉપડશે અને આગલા દિવસે 07.20 કલાકે અમદાવાદ પહોંચશે. આ પ્રકારે ટ્રેન નંબર 09002 અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ સોમવાર, 20મી નવેમ્બર 2023 ના રોજ અમદાવાદથી 04.00 કલાકે ઉપડશે અને એ જ દિવસે 12.10 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ બન્ને ટ્રેન દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સૂરત અને વડોદરા સ્ટેશનો પર ઉપર આવતા જતા રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટિયર, સ્લીપર શ્રેણી અને દ્વિતિય શ્રેણીના સામાન્ય ડબ્બાઓ હશે. ટ્રેન નંબર 09049 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ શનિવાર 18મી નવેમ્બર 2023 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 23.55 કલાકે ઉપડશે અને આગલા દિવસે 08.45 કલાકે અમદાવાદ પહોંચશે.
ટ્રેન નંબર 09050 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ સોમવાર, 20મી નવેમ્બર 2023 ના રોજ અમદાવાદથી 06.20 કલાકે ઉપડશે અને એ જ દિવસે 14.10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, વલસાડ, નવસારી, સૂરત, ભરૂચ અને વડોદરા જં. સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટિયર, એસી ઇકોનોમિક, સ્લીપર શ્રેણી અને દ્વિતિય શ્રેણીના સામાન્ય ડબ્બાઓ હશે. જ્યારે ટ્રેન નંબર 01153 છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસસી -અમદાવાદ સ્પેશિયલ શનિવાર 18મી નવેમ્બર 2023 ના રોજ છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસથી 22.30 કલાકે ઉપડશે અને આગલા દિવસે 06.40 કલાકે અમદાવાદ પહોંચશે.
આ પ્રકારે, ટ્રેન નંબર 01154 અમદાવાદ- છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ(CSMT) સ્પેશિયલ સોમવાર, 20 નવેમ્બર 2023 ના રોજ અમદાવાદથી 01.45 કલાકે ઉપડશે અને એ જ દિવસે 10.35 કલાકે છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં દાદર (સેન્ટ્રલ), થાણે, વસઈ રોડ, સૂરત અને વડોદરા જં. સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટિયર, એસી 3-ટિયર અને દ્વિતિય શ્રેણીના સામાન્ય ડબ્બાઓ હશે. ટ્રેન નંબર 09001, 09002, 09049, 09050 અને 01154 નું બુકિંગ 18મી નવેમ્બર, 2023 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થઈ ગયુ છે.