આમચી મુંબઈ

દેર આયે દુરસ્ત આયે નવી મુંબઈવાસીઓને ૧૨ વર્ષ પછી મળી મેટ્રોની ભેટ…

મેટ્રોની પહેલી ટિકિટ મેળવનાર નસીબદાર ગૃહસ્થ (અમય ખરાડે)

મુંબઈ: છેલ્લા ૧૨ વર્ષથી ચાલી રહેલા નવી મુંબઈ મેટ્રોનું કામ આખરે પૂરું થઈ જતાં આ સેવાને ૧૭મી નવેમ્બર શુક્રવારના રોજ ઉદ્ઘાટન વિના નવી મુંબઈ મેટ્રો સેવાને શરૂ કરવામાં આવી છે. આ મેટ્રોના પહેલા તબક્કામાં બેલાપુરથી પેંઢાર સુધી આ લાઇનની મેટ્રો દોડાવવામાં આવવાની છે.

નવી મુંબઈ મેટ્રો સેવાને શરૂ કરવા ૧૨ વર્ષની રાહ જોવી પડી હતી. સિડકો દ્વારા શરૂ થનાર મેટ્રો સેવામાં પ્રથમ તબક્કામાં બેલાપુરથી પેંઢાર સુધીના ૧૧.૧૦ કિલોમીટર લાંબા રૂટ પર ૧૧ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, તળોજાના પાંચનંદ ખાતે ખાસ ડેપો પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ મેટ્રો સેવામાં ટ્રેનો દર ૧૫ મિનિટે ઉપલબ્ધ રહેશે એવું જાણવા મળી રહ્યું છે.

૧૭ નવેમ્બરેથી બેલાપુર અને પેંઢાર વચ્ચે શરૂ થનારી પ્રથમ મેટ્રો બપોરે ત્રણ વાગ્યાથી દોડાવવામાં આવી હતી અને ત્યાર બાદ ૧૮ નવેમ્બરે સવારે છ વાગ્યાથી આ સેવાને શરૂ કરવામાં આવશે. આ રુટ પરની છેલ્લી મેટ્રો રાત્રે ૧૦ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. સિડકો દ્વારા આ મેટ્રો પ્રોજેક્ટ પર ૩,૦૬૩.૬૩ કરોડ રૂપિયાનો બજેટ રાખવામા આવ્યું હતું અને અત્યાર સુધીમાં ૨,૯૫૪ કરોડ રૂપિયા મેટ્રો લાઇન માટે ખર્ચ કરવામાં આવ્યા છે. સિડકોના અધિકારી કહ્યું હતું કે ૧૭ નવેમ્બરથી
શરૂ થનારી મેટ્રો નવી મુંબઈના રહેવાસીઓ માટે લાભદાયી બનશે. સીબીડી બેલાપુરની સાથે ખારઘર, તળોજા નોડની કનેક્ટિવિટીને સુધારવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટ હેઠળ ચાર એલિવેટેડ રૂટ વિકસાવવામાં આવી રહ્યા છે.

તળોજાના પંચનંદ ખાતે ડેપો બનાવ્યો છે. આ માર્ગ પર ટ્રાયલ અનેક સમય પહેલાથી શરૂ કરવામાં આવ્યા હતા અને સિડકોએ આ સેવાને શરૂ કરવા દરેક જરૂરી પરવાનગીઓ પણ મેળવી લીધી હતી. પણ અનેક વખત ઉદ્ઘાટનમાં અવરોધ આવતા આ મેટ્રો સેવાને શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બેલાપુરથી પેંઢાર મેટ્રોને શરૂ કરવા માટે સિડકો દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યુ હતું કે લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ સેવાને કોઈ પણ પ્રકારના ઉદ્ઘાટન વગર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

શરદ પવારના જૂથે સરકારની કાઢી ઝાટકણી
મુંબઈ: મુંબઈ રિજનના મેટ્રો રેલ પ્રોજેક્ટને ઝડપથી પૂરા કરવા માટે મહારાષ્ટ્ર સરકાર કમર કસી રહી છે ત્યારે મુંબઈ નજીકના નવી મુંબઈમાં પ્રસ્તાવિત મેટ્રો ટ્રેનનો કોરિડોર શરુ કરવામાં વિલંબ મુદ્દે સ્થાનિકો પછી હવે એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)એ પણ સરકારની આકરી ટીકા કરી હતી.

શરદ પવાર જૂથની એનસીપીએ સરકારની ટીકા કરતા કહ્યું હતું કે નવી મુંબઈમાં આજથી શરૂ કરવામાં આવેલી મેટ્રોને ફક્ત સરકારે પોતાના ફાયદા
માટે મોડેથી શરૂ કરી હતી. મેટ્રો રેલનો કોરિડોર છ મહિના પહેલા સેવા પૂરી પાડવા તૈયાર હતી પણ તેના ઉદ્ઘાટન માટે વડા પ્રધાનની એપોઈન્ટમેન્ટ મળતી નહોતી. જોકે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ નવી મુંબઈ મેટ્રો લાઇનને લોકો માટે શરૂ કરવામાં નહોતી આવી, એવો એનસીપીએ દાવો કર્યો હતો.

સરકારને માત્ર તેમની પ્રસિદ્ધિ અને પોતા માટે સફળતા મેળવવાની ચિંતા છે અને સામાન્ય લોકોને સુવિધા પૂરી પાડવામાં તેઓને રસ નથી. સરકાર ફક્ત પોતાના સ્વાર્થ માટે મેટ્રોને છ મહિનાથી વિલંબ કરી છે. મહારાષ્ટ્ર સરકારે ઉદ્ઘાટન વગર મેટ્રોની સેવા શરૂ કરવાનો નિર્ણય ફક્ત તેમના પ્રચાર માટે કર્યો છે, એવું એનસીપીએ જણાવ્યું હતું. દરમિયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ મેટ્રો સેવાને કોઈપણ પ્રકારના ઉદ્ઘાટન વગર શરૂ કરવાનો નિર્ણય લીધો છે, એમ સિડકોના અધિકારીએ જણાવ્યું હતું.

૧૭ નવેમ્બરેથી બેલાપુર અને પેંઢાર વચ્ચે શરૂ થનારી પ્રથમ મેટ્રો બપોરે ત્રણ વાગ્યાથી દોડાવવામાં આવશે અને ત્યાર બાદ ૧૮ નનવેમ્બરે સવારે છ વાગ્યાથી આ સેવાને શરૂ કરવામાં આવશે. આ રુટ પરની છેલ્લી મેટ્રો રાત્રે ૧૦ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. આ ૧૧.૧૦ કિમીની નવી મુંબઈ મેટ્રો લાઇનને પહેલા તબક્કામાં બેલાપુરથી પેંઢાર સુધી દોડાવવામાં આવવાની છે.

શિવસેનાના સાંસદે પીએમનો આભાર માન્યો
થાણા: ઉદઘાટન સમારોહ વિના જ બેલાપુર – પેંઢાર મેટ્રો રેલવે શરૂ કરી દેવા બદલ શિવસેના (યુબીટી)ના સંસદ સભ્ય રાજન વિચારેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી આભાર પ્રગટ કર્યો હતો. દીઘા ગાંવ રેલવે સ્ટેશન કાર્યરત કરવા અંગે પણ રજૂઆત કરી હતી.

શ્રી મોદીને લખેલા પત્રમાં વિચારેએ જણાવ્યું છે કે મેટ્રો રેલવે શરૂ કરવામાં અત્યંત વિલંબ થઈ રહ્યો હોવાથી આ લાઈનના ૧૧ સ્ટેશનના પરિસરમાં રહેતા લોકોને હાલાકી સહન કરવી પડી રહી હતી. સીટી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન
(સિડકો) દ્વારા ગુરુવારે જણાવવામાં આવ્યું હતું કે નવી મુંબઈમાં બેલાપુર અને પેંઢાર વચ્ચે મેટ્રો રેલ લાઈન ૧ શુક્રવારથી કોઈ પણ સમારોહ વિના જ શરૂ થઈ જશે. નવી મુંબઈના લોકોની ટીકા તેમજ શિવસેના (યુબીટી) દ્વારા હાથ ધરવામાં આવેલી હસ્તાક્ષર ઝુંબેશને પગલે વડાપ્રધાને ઔપચારિક ઉદઘાટનની રાહ જોયા વિના જ વડાપ્રધાને દિવાળી પછી ટ્રેન સર્વિસ ચાલુ કરવા મુખ્ય પ્રધાનને જણાવ્યું હતું. પીએમના આ નિર્ણયને બહોળો આવકાર મળ્યો છે. (પીટીઆઈ)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત