નેશનલ

રાહુલ ગાંધી સામે માનહાનિ કેસ કરનારા વિધાનસભ્યને ભાજપે સોંપી સૌથી મોટી જવાબદારી

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્વે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, જ્યારે રાજ્યમાં મતદાન પણ કરવામાં આવ્યું છે. જોકે, 2024માં લોકસભાની ચૂંટણી યોજવામાં આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા આજે કેન્દ્ર શાસીત પ્રદેશ દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રભારી તરીકે નવી નિમણૂક કરી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરનારા ભાજપના વિધાનસભ્ય પૂર્ણેશ મોદીને પ્રભારી બનાવવામાં આવ્યા છે અને આ જ પૂર્ણેશ મોદીના માનહાનિના કેસના કારણે રાહુલ ગાંધીને સંસદસભ્યનું પદ ગુમાવ્યું હતું.
ગુજરાતની સુરત પશ્ચિમ સીટના ભાજપના વિધાનસભ્ય પૂર્ણેસ મોદીને ભાજપે સૌથી મોટી જવાબદારી સોંપવામાં આવતા લોકોમાં જુદા જુદા તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે. પૂર્ણેશ મોદીને દાદરા નગર હવેલી અને દમણ રાજ્યના પ્રભારી બનાવ્યા છે. આ ઉપરાંત, સહ પ્રભારી તરીકે ભરુચના માજી વિધાનસભ્ય દુષ્યંત પટેલની નિમણૂક કરવામાં આવી છે.
58 વર્ષના પૂર્ણેશ મોદી ત્રણ વખત વિધાનસભ્ય બન્યા છે. ઓબીસી (અન્ય પછાત વર્ગ)માંથી આવનારા પૂર્ણેશ મોદી વ્યવસાયે વકીલ છે, જ્યારે 2013માં સુરત પશ્ચિમની પેટાચૂંટણી જીતીને વિધાનસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2017 અને 2022માં આ જ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. 2021માં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટમાં લેવામાં આવ્યા હતા અને તેમને પરિવહન, નાગરિક ઉડ્ડયન, પર્યટન અને તીર્થયાત્રા વિકાસ જેવા વિભાગ સોંપવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button