નેશનલ

રાજસ્થાનની વિધાનસભા પર છે ભૂત-પ્રેતનો સાયો, આ છે કારણ…

જયપુરઃ રાજસ્થાન વિધાનસભા પર શેતાની સાયો છે અને એવું કહેવાય છે કે રાજસ્થાન વિધાનસભાનું ભૂત-પ્રેત સાથે કનેક્શન છે. આવી માન્યતા પાછળનું કારણ એવું છે કે અહીંયા ક્યારેય 200 વિધાનસભ્યો એક સાથે ગૃહમાં બેસી શકતા નથી. આવો દાવો એટલા માટે કરાઈ રહ્યો છે કારણ કે કોઈને કોઈ વિધાનસભ્યનું મૃત્યુ થઈ જાય કે પછી સરકાર પર જોખમ તોળાય છે અરે ઘણી વધત તો પ્રધાન કે વિધાનસભ્ય જેલ પહોંચી જાય છે.
2013 અને 2018ની ચૂંટણી બાદ હવે આ વખતની 2023ની ચૂંટણીમાં પણ 200 સીટ માટે મતદાન નહીં કરવામાં આવે અને માત્ર 199 સીટ પર જ મતદાન થશે. મતદાન પહેલાં જ આ વખતે પણ કરણપુરથી કોંગ્રેસના ઉમેદવાર ગુરમીત સિંહ કુન્નરનું નિધન થઈ ગયું છે. આ ઘટના બાદ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે રાજસ્થાનની ચૂંટણીમાં વર્ષો જૂના ઈતિહાસનું પુનરાવર્તન થશે. અહીંયા તમારી જાણ માટે કે રાજસ્થાન વિધાનસભામાં ભૂત-પ્રેતનો મુદ્દો પ્રથમ વખત 2018માં ઉઠાવવામાં આવ્યો હતો.
2000ની સાલમાં વિધાનસભાને નવી ઈમારતમાં ખસેડવામાં આવી ત્યારથી જ આ વિચિત્ર શાપ તેની સાથે જોડાઈ ગયો છે અને અત્યાર સુધી અહીં 200 વિધાનસભ્ય ક્યારેય એક સાથે બેસી શતક્યા નથી. અત્યાર સુધી 15 વિધાનસભ્યોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને પાંચ વિધાનસભ્યો હત્યા જેવા ગંભીર આરોપોને કારણે જેલ પહોંચી ગયા છે. 2008થી 2013માં કોંગ્રેસ રાજમાં કોઈ વિધાનસભ્યોનું મૃત્યુ નહોતું થયું પણ ચાર વિધાનસભ્યો અલગ અલગ કારણોસર જેલ પહોંચી ગયા હતા. 2018થી 2023ની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન છ વિધાનસભ્યોના નિધન થયા હતા.
નાગૌરના પૂર્વ વિધાનસભ્ય હબીબુર્રહમાનનું એવું કહેવું છે કે વિધાનસભામાં ભૂત-પ્રેતનો સાયો છે. એટલું જ નહીં આ ઘટનાનું પગેરું મેળવવા માટે 2018માં વિધાનસભામાં એક કથિત તાંત્રિક બોલાવવામાં આવ્યો હતો. 2008ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર એક વોટથી વર્તમાન વિધાનસભા અધ્યક્ષ ડો. સીપી જોષીને હરાવીને ચર્ચામાં આવેલા નાથદ્વારાના વિધાનસભ્ય કલ્યાણ સિંહ ચૌહાણના નિધન બાદથી વિધાનસભામાં ભૂત-પ્રેત, વાસ્તુદોષનો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો અને વાસ્તુદોષ દૂર કરવા માટે અનુષ્ઠાન કરાવવાની માગણી પણ કરવામાં આવી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત