ઇતિહાસ, એક્વાડક્ટ અને ટાવર્નની મજાથી ભરપૂૂર લાર્નાકા
અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી
સાયપ્રસના લાર્નાકા શહેરમાં લેન્ડ થયાંન્ો માંડ બ્ો કલાક થયા હતા અન્ો અમે ઓલરેડી એક ઐતિહાસિક શ્રાઇન અન્ો દંતકથાથી તરબતર સરોવર જોઈ ચૂક્યાં હતાં. સવારે વહેલાં નીકળેલાં, હવે હોટલ પર સામાન પટકીન્ો ફરી બહાર નીકળવાનો સમય હતો. હોટલ બરાબર યુપોર સ્કવેર અન્ો લાર્નાકા હાર્બર પાસ્ો હતી. પહેલાં હોટલ બુક કરતી વખત્ો અમે રેન્ટલ કાર ન લેવાનું વિચારેલું. લાર્નાકાનું મુખ્ય બસ સ્ટોપ પણ નજીકમાં જ હતું. અહીંથી આખા રિજનમાં બસ લેવાનું પણ શક્ય હતું. ત્ો સમયે અમે વિચારેલું કે હોટલ અન્ો બીચ વચ્ચે ઇચ્છા થશે તો કદાચ એકાદ દિવસ થોડા દૂરનાં ગામ બસ લઈન્ો જઈશું, પણ ત્ૌયારી રૂપ્ો જેટલું સાયપ્રસ વિશે વાંચ્યું, એટલું તેન્ો વધુ વિગત્ો જોવાની ઇચ્છા થઈ ત્ો સ્વાભાવિક છે અને મન પડે ત્ો દિશામાં નીકળી પડવા માટે કાર રેન્ટ કરવી જરૂરી હતી. જોકે પહોંચીન્ો તરત તો અમે લાર્નાકા જ એક્સપ્લોર કરવામાં લાગી ગયેલાં. અન્ો ત્યાં એક પછી એક જોવાલાયક ખૂણો નીકળ્યે જતો હતો.
શરૂઆત યુપોર સ્કવેરથી કરી. ત્યાંથી જ ‘ફિનિકોઉડસ’ એટલે કે પામ-ટ્રી પ્રોમોનાડ શરૂ થતું હતું. સ્કવેરમાં એક જમાનાની કોલોનિયલ બિલ્ડિંગ છે જે કોઈ કારણસર કેરળના કોચીની યાદ અપાવતી હતી. એક જમાનામાં મ્યુનિસિપલ ઓફિસ તરીકે વપરાયેલી આ ઇમારતમાં આજે આર્ટ ગ્ોલેરી અન્ો હિસ્ટોરિકલ આર્કાઇવ મ્યુઝિયમ છે. અહીં સ્થાનિક શિલ્પ અન્ો ફુવારા વચ્ચે લોકોની અવરજવર સતત ચાલુ જ હતી, કારણ કે પામ-ટ્રી પ્રોમોનાડની બીજી તરફ અત્યંત સુંદર પબ્લિક બીચ હતો. આ પ્રોમોનાડ પર જ એક ગ્રીક બર્ગરનું લંચ કરીન્ો અમે ચાલવાનું ચાલુ રાખ્યું, અન્ો થોડી જ વારમાં અમે સાયપ્રસના સૌથી ભવ્ય ચર્ચ પહોંચી ગયાં.
સ્ોંટ લઝારસ આવીન્ો ત્ોના ખરડાઈ રહેલા પથ્થરો વચ્ચે વધુ હિસ્ટ્રી અન્ો માયથોલોજીની વાતો થઈ. આ એ જ સ્ોંટ લઝારસ હતા, જેમના શાપથી સોલ્ટ લેકનું પાણી ખારું થયું હતું. ત્ોમની કબર આ ચર્ચના બ્ોઝમેન્ટમાં હતી. નવમી સદીમાં બન્ોલું આ ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચ સાયપ્રસની ગ્રીક પ્રજાનું સૌથી માનીતું છે. જોકે નવમી સદીમાં ત્ોનું હાલનું સ્વરૂપ બનાવવામાં આવેલું. ખરેખર ચર્ચ કેટલું જૂનું છે ત્ોની કોઈ માહિતી ન મળી. એકવાર અંદર આંટો મારવાનું ચાલુ કર્યું પછી તો ત્યાંનાં ઘણાં આર્ટિફેક્ટ્સ હજાર, તો ક્યાંક બ્ો હજાર વર્ષ પહેલાંનાં હોવાનાં બોર્ડ વાંચવામાં આવ્યાં. અંદરની ગોલ્ડન ડિટેઇલ, કોતરણી, ઐતિહાસિક ચિત્રો અન્ો શિલ્પ, ચર્ચન્ો વધુ આકર્ષક બનાવતું હતું. ગ્રીક અન્ો ખ્રિસ્તી ધાર્મિક ઇતિહાસ માટે પણ આ ચર્ચ અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે. ૧૨થી ૧૪મી સદી વચ્ચે ચર્ચ કેથોલિક બનાવી દેવામાં આવેલું. ક્યારેક લાગ્ો કે દુનિયાભરનાં ધર્મસ્થળોની આવી જ વાર્તાઓ છે. ૧૯૭૦માં અહીં આગ પણ લાગી હતી, ત્ોના કારણે ઘણા મહત્ત્વના ખૂણાઓ નુકસાન પામ્યા હતા. આજે તો ચર્ચ ધાર્મિક નહીં, ટૂરિસ્ટિક સ્પોટ વધુ બની ગયું છે.
લાર્નાકા ઘણાં આર્કિયોલોજિકલ સ્થળો પણ સમાવીન્ો બ્ોઠું છે. અહીં જ ૧૩ બીસીમાં પ્રાચીન શહેર કિટિયોન વસ્ોલું હતું. આજે પણ કિટિયોનના અવશેષો જોેવાનું શક્ય છે જ. આ રિજનનો ઇતિહાસ કિટિયોન શહેરના ઉલ્લેખ વિના શક્ય નથી. ઇજિપ્તના સમ્રાટોની નજર સતત આ દિશામાં રહી હતી. જોકે શહેરનો અંત પણ ત્ોમના કારણે જ આવ્યો હતો. લાર્નાકા આજે એક્ઝેક્ટલી એ જ કિટિયોનની જગ્યાએ બન્યું છે. અમે શહેરન્ો એક્સપ્લોર કરવામાં કિટી નામના એક ગામ પણ પહોંચી ગયેલાં. ત્યાં આજે તો માત્ર પૌરાણિક પથ્થરોની પાળીઓ સિવાય કશું નથી. ત્યાંથી હજી વધુ એક્સપ્લોર કરવાની ઇચ્છા હતી. ત્ોના માટે ફરી કારમાં સવાર થવું પડ્યું. કામારેસ એક્વાડક્ટ શહેરના બહારના હિસ્સામાં હતી.
કામારેસ એકવાડક્ટનું બીજું નામ બ્ોકિર પાશા એક્વાડકટ પણ છે. અહીં ઘણાં સ્થળોનાં ટર્કિશ અન્ો ગ્રીક નામ છે. એકસાથે બંન્ો કલ્ચર જાણે પ્ોરેલલ ચાલી રહૃાાં હોય ત્ોવું લાગ્ો. જોકે આ એક્વાડક્ટના કેસમાં ત્ોન્ો બંધાવવાનું બજેટ બ્ોકિર પાશાએ ફાળવેલું. સાયપ્રસના ઓટોમાન ફેઝ દરમ્યાન બન્ોલા આર્કિટેક્ચરમાં આ એક્વાડક્ટ સૌથી લોકપ્રિય હતી. સ્ોંટ લઝારસના ચર્ચ અન્ો કિટિયોનની આર્કિયોલોજિકલ સાઇટ પર કોઈ તારીખ નાખવાનું શક્ય ન હતું, પણ આ એક્વાડક્ટ તો બરાબર ૧૭૪૭માં બની હતી ત્ો ચોખ્ખા અક્ષરોમાં લખેલું હતું. નજીકની આર્પ્ોરા નદીનું પાણી લાર્નાકામાં લોકો સુધી પહોંચાડવા માટે બનાવેલ આ મોન્યુમેન્ટ શહેરથી એકદમ મજેદાર અંતર પર છે, એટલે ત્યાંથી બ્ોકગ્રાઉન્ડમાં આખું લાર્નાકા દેખાય ત્ોવો ફોટો પાડવાનું પણ શક્ય છે. સાંજ પડ્યે અમે શહેરના જ સૌથી લોકપ્રિય ગ્રીક ટાવર્ન જઈ પહોંચ્યાં. ત્યાં જઈન્ો ખાવા માટેનાં ઘણાં રેકમેન્ડેશન હતાં. ત્યાંની મજા એ હતી કે એક ગ્રીક થાળી ઓર્ડર કરવાનું પણ શક્ય હતું. બીજું શું જોઈએ, એક પછી એક સાઇપ્રોઇટ-ગ્રીક વાનગીઓ આવતી રહી અન્ો અમે જલદી જ ધરાઈ ગયાં. સાયપ્રસની રોઝ વાઇનની પણ અલગ મજા હતી. ખાસ કરીન્ો કમાન્ડરીયા તરીકે ઓળખાતી રોઝ વાઇન છેક મધ્યયુગથી લોકપ્રિય છે. અહીંના ફૂડની જેમ સાયપ્રસનાં લોકો પણ એટલાં જ મજેદાર છે. આખુંય સાયપ્રસ જમવા માટે ટાવર્ન કલ્ચરથી તરબતર છે. એકવાર તો પ્રશ્ર્ન થયો કે આ ટાવર્ન અન્ો રેસ્ટોરાંમાં શું ફરક, પણ એક ટાવર્ન ડિનર પછી સમજાઈ ગયેલું કે ટાવર્ન અન્ો રેસ્ટોરાંમાં એટલો જ ફરક છે જેટલો ઢાબા અન્ો રેસ્ટોરાંમાં. આ સ્થાનિક ઢાબા જેવાં રસ્ટિક વાઇબના કારણે ત્યાં જમવામાં સાયપ્રસનો વધુ અનુભવ મળી રહૃાો હોય ત્ોવું લાગતું હતું. મજાની વાત એ હતી કે હજી સાયપ્રસમાં અમારો પહેલો જ દિવસ ચાલી રહૃાો હતો.