ઇન્ટરનેશનલનેશનલ

હવે યમનમાં ભારતીય નર્સને ફાંસીની સજા અપાશે, જાણો શું છે મામલો?

નવી દિલ્હી/સાનાઃ થોડા દિવસ પહેલા કતારમાં આઠ ભારતીયને ફાંસીની સજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મામલા વચ્ચે યમનમાં એક ભારતીય મૂળની એક નર્સને ફાંસીની સજા ફટકારવાની બાબત ચર્ચાનો વિષય બની છે.

યમનની કોર્ટે ભારતીય મહિલા નિમિષાને હત્યાના આરોપમાં દોષી ઠરાવતા તેને ફાંસીની સજા આપી હતી. દીકરીને ફાંસીની સજા માલ્ટા આરોપી નર્સની માતાએ આ મામલે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી હતી, તેને યમન જવા દેવાની વિનંતી કરી હતી. આ મામલે હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્ણય લેવા અંગે એક અઠવાડિયાનો સમય આપ્યો છે.

દિલ્હી હાઈ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને નિમિષા પ્રિયાની માતાની વિનંતી પર નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. નિમિષાની માતા પોતાની દીકરીને બચાવવા યમન જવા માંગે છે, જેથી તે યમન જઈને પીડિતાના પરિવારને નિમિષાને માફ કરવાની અપીલ કરી તેમને ‘બ્લડ મની’ એટલે કે વળતર આપવા અંગે ચર્ચા કરી શકે. 13મી નવેમ્બરે યમનની સુપ્રીમ કોર્ટે મોતની સજા વિરુદ્ધ નિમિષાની અરજી ફગાવી દીધી હતી.

નિમિષા 2017થી યમનની જેલમાં છે. નિમિષાને યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યા માટે દોષી ઠેરવવામાં આવી હતી. નિમિષાએ મહદી પાસે જમા કરાવેલો તેનો પાસપોર્ટ પાછો મેળવવા મહદીને બેભાન કરવા ઈન્જેક્શન આપ્યા હતા, પરંતુ આ ઈન્જેક્શનને કારણે મહદીનું મૃત્યુ થયું હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો, જેમાં તેને દોષી ઠરાવવામાં આવી હતી.

કેરળના પલક્કડની નાગરિક નર્સ નિમિષા છેલ્લા એક દાયકાથી તેના પતિ અને પુત્રી સાથે યમનમાં કામ કરતી હતી. 2016માં યુદ્ધને કારણે તે ભારત પછી ફરી શકી નહોતી અને ત્યાર બાદ 2017માં તેના પર મહદીની હત્યાનો આરોપ લગાવ્યો હતો અને તેને દોષી ઠરાવી હતી.

દિલ્હી હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં નિમિષાની માતાએ દાવો કર્યો છે કે તેની દીકરીનું શારીરિક અને આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું હતું. તેનો પાસપોર્ટ પણ બળજબરીથી લઈ લેવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button