સ્પેશિયલ ફિચર્સ

ડિવાઈડર પર કેમ ઉગાડવામાં આવે છે છોડ કે ઝાડ? 100 ટકા નહીં જાણતા હોવ આનું કારણ…

આપણામાંથી ઘણા લોકો દરરોજ કોઈને કોઈ કારણસર બાય રોડ ટ્રાવેલ કરતાં જ હોય છે અને આ રીતે પ્રવાસ કરતી વખતે ક્યારે રસ્તાની કે હાઈવેની આસપાસ નજર ફેરવી છે? જો આ સવાલનો જવાબ હામાં છે તો તમે એ વાત પણ નોટિસ કરી હશે કે રસ્તાને બે ભાગમાં ડિવાઈડ કરવા માટે રસ્તાની વચ્ચોવચ્ચ ડિવાઈડર હોય છે અને ડિવાઈડરની ઉપર સરસ મજાના છોડ અને ઝાડવા ઉગાડવામાં આવ્યા હોય છે.
પરંતુ શું ક્યારે વિચાર્યું છે આખરે ડિવાઈડર પર આ છોડ કે ઝાડ જ કેમ ઉગાડવામાં આવે છે? જો નહીં તો અમે તમને આ સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ. હવે તમે વિચારી રહ્યા છો કે ડિવાઈડર પર આ છોડ માત્ર સુશોભન માટે કે પ્રદૂષણ ઘટાડવા માટે ઉગાડવામાં આવે છે? તો આ સિવાય પણ બીજું પણ એક કારણ એવું પણ છે કે સુરક્ષાના કારણોસર પણ ડિવાઈડર પર ફૂલ-છોડ ઉગાડવામાં આવે છે.
વાત જાણે એમ છે કે રાતના સમયે ડ્રાઇવિંગ કરતી વખતે એક બાજુના વાહનની હેડલાઇટ બીજી બાજુના ડ્રાઇવરની આંખો આંજી શકે છે અને અને એને કારણે એક્સિડન્ટ થવાની શક્યતા વધી જાય છે. ડિવાઈડર પર વૃક્ષો લગાવવાથી આ જોખમ ઘટી જાય છે, કારણ કે હેડલાઈટનો પ્રકાશ સીધો ડ્રાઈવરની આંખ નથી આંજી નાખતો. જેને કારણે અકસ્માત થવાની શક્યતાઓ ઘટી જાય છે.
આ સવાલ સૌપ્રથમ વખત Quora પર એક યુઝર દ્વારા પૂછવામાં આવ્યો હતો અને આ સવાલના જવાબમાં ઘણા બધા અલગ અલગ કારણો જાણવા મળ્યા હતા. રસ્તાઓ અને હાઈવે બનાવતી વખતે રસ્તાને બે ભાગમાં ડિવાઈડ કરવા માટે વચ્ચે ખાલી જગ્યા છોડવામાં આવે છે અને બાદમાં આ જગ્યાને સરસ મજાના ઝાડ અને છોડથી સજાવવામાં આવે છે.
આપણામાંથી ઘણા લોકો અત્યાર સુધી એવું માનતા હશે કે આવું માત્ર રસ્તાની સુંદરતા વધારવા માટે કરવામાં આવે છે તો એવું નથી. આને કારણે આંખો અને મગજ પર પણ પોઝિટીવ અસર જોવા મળે છે. એવી માન્યતા છે કે લીલો રંગ ઠંડકનો અહેસાસ કરાવે છે અને એને કારણે ડ્રાઈવર અને પ્રવાસીઓ બંનેને રાહતનો અહેસાસ થાય છે. ઘણી વખત હાઈવે પર જાણી જોઈને ઘટાદાર અને લીલાછમ વૃક્ષો ઉગાડવામાં આવે છે અને પ્રવાસીઓને શાંતિનો અહેસાસ કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
આ ઉપરાંત હાઈ બીમનો ઉપયોગ કરતી વખતે આ જોખમ વધી જાય છે. હાઈ બીમની લાઈટ ખૂબ જ તેજસ્વી અને સામેની ગાડીના ડ્રાઈવરની આંખોને આંજી નાખે છે. પરિણામે રસ્તાઓની વચ્ચોવચ ડિવાઈડર પર વૃક્ષો ઉગાડવાથી પણ હાઈ બીમ લાઈટને મંદ પાડી શકાય છે. એટલે હવે જો કોઈ તમને પૂછે કે આખરે રસ્તાની વચ્ચોવચ્ચ ડિવાઈડર પર ઉગાડવામાં આવતા વૃક્ષો કે છોડનું શું કામ છે તો ચોક્કસ જ તમે આ જવાબ આપી શકશો અને સવાલ પૂછનારના જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરશો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…