IPL 2024આપણું ગુજરાતસ્પોર્ટસ

રવિવારે અલગ હશે અમદાવાદની રોનકઃ પીએમથી લઈને અદાણી-અંબાણી પણ આવશે…

અમદાવાદઃ અમદાવાદ અને અમદાવાદીઓ વર્લ્ડકપ-2023ની ફાઈનલ માટે એકદમ તૈયાર છે અને રવિવારે એટલે કે 19મી નવેમ્બરના ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ રમાવશે અને મજાની વાત તો એ છે કે આ મેચ જોવા માટે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ હાજર રહેશે એ વાત પર પીએમઓ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે.
પીએમઓ દ્વારા બીસીસીઆઈ દ્વારા મોકલવામાં આવેલા ઈન્વિટેશનનો સ્વીકાર કર્યો છે અને એમની સાથે સાથે જ ગૃહ પ્રધાન અમિત શાહ પણ મેચ જોવા હાજર રહેશે. એટલું જ નહીં જ ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ પણ મેચ જોવા અમદાવાદ આવશે. આ ઉપરાંત એવું કહેવાઈ રહ્યું છે કે આ ફાઈનલ મેચ જોવા માટે પીએમ મોદી ઉપરાંત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, મુકેશ અંબાણી સહિત બી-ટાઉનના સેલેબ્સ અક્ષય કુમાર અને અજય દેવગણ પણ હાજર રહેશે, એવી માહિતી સામે આવી રહી છે.
ખેર, આ તો થઈ મેચ જોવા આવનારા મહેમાનો અને વીઆઈપીની યાદીની વાત. પણ વાત ટીમ ઈન્ડિયાના ટોમ ફાઈવ બેટ્સમેન અને બોલરના આંકડાઓ પર નજર કરીએ તો ચોક્કસ જ ટીમ ઈન્ડિયાનું પલડું એકદમ ભારે છે. વર્લ્ડકપ-2023માં રમાયેલી 10 મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ 2523 રન બનાવ્યા હતા, જ્યારે પાંચ બોલરોએ 85 વિકેટ લીધી હતી. આ બધા આંકડાઓ જોતા એ વાત તો ચોક્કસ છે કે ઓસ્ટ્રેલિયન ટીમ ટીમ ઈન્ડિયાને પરાજિત કરવા એક પાવરફૂલ સ્ટ્રેટેજી બનાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓલમોસ્ટ બે દાયકા બાદ એટલે કે 20 વર્ષ બાદ ફરી એક વખત વન-ડે વર્લ્ડકપ ફાઈનલમાં સામસામે ટકરાશે. આ પહેલાં 2003માં ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા વચ્ચે ફાઈનલ મેચ સાઉથ આફ્રિકા ખાતે રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયારે 125 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે એવી આશા સેવાઈ રહી છે કે ટીમ ઈન્ડિયા આ વખતે પોતાના ફોર્મથી વીસ વર્ષ જૂની હારનો બદલો લઈ શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button