નેશનલ

સ્મોગ ટાવર લગાવવાનો ખર્ચ અધધધ પણ તેનાથી હવા સાફ થાય છે કે નહિ?

નવી દિલ્હી: દિલ્હીમાં અત્યારે જે પણ સ્મોગ ટાવર છે એ કામ કરી રહ્યા નથી ત્યારે હવાને સાફ કરવા માટે હાલમાં ઓછામાં ઓછા 47,229 સ્મોગ ટાવરની જરૂર છે. અને તેની કિંમત 12 હજાર કરોડ રૂપિયા થાય છે. દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ને આ વાત જણાવી છે. ત્યારે મુદ્દો એ પણ છે કે દિલ્હીના જે જૂના સ્મોગ ટાવર છે તેનું શું કરવું?

જો કે એક રિપોર્ટ અનુસાર દિલ્હીના પ્રદૂષણને ઘટાડવામાં સ્મોગ ટાવર સંપૂર્ણપણે અસરકારક નથી. ત્યારે એક ટાવર બનાવવા માટે 25 કરોડ રૂપિયા લાગે છે. અને સ્મોગ ટાવર ચલાવવાનો ખર્ચ 15 લાખ રૂપિયા થાય છે. જે 100 મીટરની ત્રિજ્યામાં માત્ર 17 ટકા પ્રદૂષણ ઘટાડે છે. સમગ્ર દિલ્હીનો વિસ્તાર 1483 ચોરસ કિલોમીટર છે. એટલે કે દિલ્હીની હવાને સાફ કરવા માટે કુલ 47,229 સ્મોગ ટાવરની જરૂર પડશે. જેની કુલ કિંમત 11,80,725 કરોડ રૂપિયા જેટલી થય છે.


એક રિપોર્ટ અનુસાર સ્મોગ ટાવર 200 મીટરના વિસ્તારમાં પ્રદૂષણને 13 થી 15 ટકા સુધી ઘટાડે છે. જે અસરકારક નથી. સ્મોગ ટાવરની મદદથી એક કિલોમીટરની ત્રિજ્યામાં હવાને સાફ કરવી અશક્ય છે. તે હવાને વધુમાં વધુ 200 મીટર સુધી સાફ કરી શકે છે અને તે પણ ખૂબ જ ઓછી માત્રામાં હવા સાફ કરે છે.


સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે 13 જાન્યુઆરી 2020ના રોજ દિલ્હીમાં કેટલાક સ્મોગ ટાવર લગાવ્યા હતા. એક કનોટ પ્લેસમાં છે. બીજો સ્મોગ ટાવર આનંદ વિહારમાં પરંતુ સ્મોગ ટાવર લગાવ્યા બાદ AQIમાં કોઈ ફરક પડતો નથી. ઓક્ટોબર 2022 થી જાન્યુઆરી 2023 સુધી આનંદ વિહારનો AQI ખૂબજ ઊંચા સ્તરે રહ્યો હતો. ત્યારે આજે પણ દિલ્હી માત્ર હવામાનની મદદથી પ્રદૂષણ ખતમ થવાની રાહ જોઈ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button