મનોરંજન

‘લોકોએ એ ધરતીની પૂજા કરવી જોઇએ જેની પર તેઓ ચાલે છે’

કોની પ્રશંસામાં આવું બોલી ગઇ કંગના રનૌત?

મુંબઇઃ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેના બિન્દાસ સ્વભાવ માટે જાણીતી છે. લોકો એને કોન્ટ્રોવર્સી ક્વિન તરીકે પણ ઓળખે છે. ફિલ્મની સાથે સાથે દુનિયામાં બનતા બનાવો અને ઘટનાઓ પર પણ તેનું ધ્યાન હોય છે અને તે અનેક વાર તેનો એક્સપર્ટ ઓપિનિયન પણ આપતી હોય છે. હાલમાં વન-ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને આપણી બિન્દાસ ક્વિને એમાં પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે તાજેતરમાં રમાયેલી સેમીફાઈનલ મેચ દરેક માટે યાદગાર સાબિત થઈ હતી.

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 70 રને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સિવાય વિરાટ કોહલીએ મેચમાં પોતાની 50મી સદી ફટકારી અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. આ ઐતિહાસિક સદી બાદ દરેક લોકો કોહલીના શાનદાર પ્રદર્શનના વખાણ કરી રહ્યા છે. હવે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે પણ કોહલીના પરફોર્મન્સને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. અભિનેત્રીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર મેચ દરમિયાનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં વિરાટ સચિનને ​​માન આપતો જોવા મળે છે.

આ વીડિયોને શેર કરતાં કંગનાએ લખ્યું, “કેટલું અદ્ભુત!! આ પણ મિસ્ટર કોહલીનું એક ઉત્તમ ઉદાહરણ છે કે તે એવા લોકો સાથે પણ કેવી નમ્રતાથી વર્તે છે જેના રેકોર્ડ તે તોડે છે. તેનામાં અહમ નથી આવી જતો. તે ડાઉન ટુ અર્થ જ રહે છે. તેની પૂજા કરવી જોઈએ… અદ્ભુત અને મહાન પાત્ર ધરાવતો મહાન માણસ, તે તેના માટે લાયક છે.” જો કે આ પહેલીવાર નથી જ્યારે કંગનાએ વિરાટ કોહલીની પ્રશંસા કરી હોય. આ પહેલા પણ કંગનાએ વિરાટ કોહલી અને તેની પત્ની બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માને પાવર કપલ ગણાવ્યા હતા. કંગનાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તેની તાજેતરની રિલીઝ થયેલી તેજસ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ છે. છેલ્લા ઘણા સમયથી અભિનેત્રીની ફિલ્મો ફ્લોપ-શો જ કરી રહી છે. ‘મણિકર્ણિકા’ને બાદ કરતા 2015થી અભિનેત્રીની કોઇ ફિલ્મ હીટ નથી રહી. તેની છેલ્લી હિટ ફિલ્મ 2015માં રિલીઝ થયેલી ‘તનુ વેડ્સ મનુ’ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત