IPL 2024સ્પોર્ટસ

વર્લ્ડ કપ 2023: કુલ ઇનામી રકમ રૂ.83 કરોડ, કઈ ટીમને કેટલી ઈનામી રકમ મળશે

ગત 5 ઓક્ટોબરના રોજ શરુ થયેલો ક્રિકેટનો મહાકુંભ એટલે કે ODI વર્લ્ડ કપ 2023 પૂર્ણ થવાને આરે છે. આવતા રવિવારે ફાઈનલ મેચ રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 10 મિલિયન ડોલર એટલે કે 83 કરોડ રૂપિયાની ઈનામી રકમ દાવ પર છે. આ ઈનામી રકમનો સૌથી મોટો હિસ્સો 19 નવેમ્બરે વર્લ્ડ ચેમ્પિયન બનનાર ટીમના ખાતામાં જશે. રનર અપ ટીમ પણ પોતાની સાથે મોટી ઈનામી રકમ લઈને જવાની છે. આ સાથે આ વર્લ્ડ કપના લીગ સ્ટેજ બાદ બહાર થઈ ગયેલી ટીમો અને સેમીફાઈનલમાં હારેલી ટીમોને પણ સારી એવી રકમ મળવાની છે.

કઈ ટીમને કેટલી રકમ મળશે:

  • વર્લ્ડ કપ 2023ની ચેમ્પિયન ટીમને 4 મિલિયન ડોલરની ઈનામી રકમ આપવામાં આવશે. ભારતીય ચલણ મુજબ આ રકમ 33 કરોડ રૂપિયાથી વધુ છે. આ મોટી રકમ ભારત અથવા ઓસ્ટ્રેલિયાને મળશે.
  • વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હારનારી ટીમ એટલે કે આ ટુર્નામેન્ટની રનર અપ ટીમને 2 મિલિયન ડોલર એટલે કે 16.65 કરોડ રૂપિયા મળશે.
  • સેમિ-ફાઇનલ મેચમાં હારેલી બે ટીમોને 1.6 મિલિયન ડોલર મળશે, એટલે કે દરેક ટીમને 8 લાખ ડોલર (6.65 કરોડ રૂપિયા) મળશે. આ રકમ ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમોને જશે. બંને ટીમો સેમીફાઈનલ મેચ હારી ગઈ હતી.
  • લીગ સ્ટેજ બાદ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયેલી છ ટીમોને એક-એક લાખ ડોલર રૂ.83 લાખ મળશે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેધરલેન્ડને આ રકમ મળશે. એટલે કે આ 6 ટીમોને કુલ 5 કરોડ રૂપિયા મળશે.
  • લીગ તબક્કામાં દરેક મેચ જીતવા બદલ ટીમો માટે સારી એવી ઈનામી રકમ નક્કી કરવામાં આવી હતી. અહીં દરેક મેચની વિજેતા ટીમ માટે 40 હજાર ડોલર એટલે કે 33 લાખ રૂપિયા મળશે. આ રીતે, લીગ તબક્કાની 45 મેચોની કુલ ઈનામી રકમ 1.8 મિલિયન ડોલર એટલે કે 15 કરોડ રૂપિયા હશે.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…