ટોપ ન્યૂઝનેશનલ

સવારે 9 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશમાં 11.19% અને છત્તીસગઢમાં 5.71% મતદાન

આજે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. મધ્યપ્રદેશમાં સવારે 9 વાગ્યા સુધી 11.19 ટકા મતદાન થયું હતું જ્યારે છત્તીસગઢમાં 5.71 ટકા મતદાન થયું હતું. મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે છત્તીસગઢમાં 70 બેઠકો માટે લોકો મતદાન કરી રહ્યા છે.

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા કમલનાથે કહ્યું, “…દરેક વ્યક્તિ સત્યનું સમર્થન કરશે. હું શિવરાજ સિંહ નથી જે કહેશે કે આટલી બધી બેઠકો આવશે. જનતા નક્કી કરશે કે કેટલી સીટો આવશે. ભાજપ પાસે પહેલા પોલીસ, વહીવટ અને પૈસા હતા, હવે પણ થોડા કલાકો માટે પોલીસ, વહીવટ અને પૈસા છે.”

મતદાન પહેલા મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ ચાહાણે માતા નર્મદાની પૂજા કરી અને જેત ગામના મંદિરે પહોંચી ભગવાનના આશીર્વાદ લીધા. આ દરમિયાન તેની પત્ની સાધના સિંહ પણ તેની સાથે જોવા મળ્યા હતા. ધ્યપ્રદેશ રાજ્યના ગૃહ પ્રધાન અને ભાજપના ઉમેદવાર ડો.નરોત્તમ મિશ્રાએ દતિયામાં મતદાન કર્યું હતું. મતદાન કરતા પહેલા તેઓ પિતાંબરા પીઠ પહોંચ્યા હતા અને મા પીતાંબરા અને વનખંડેશ્વર મહાદેવના આશીર્વાદ લીધા હતા.

છત્તીસગઢમાં પહેલા તબક્કાનું મતદાન 7 નવેમ્બરના રોજ થયું હતું. પ્રથમ તબક્કામાં 90માંથી 20 બેઠકો પર મતદાન થયું હતું અને બાકીની 70 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. આ 70 બેઠકો પર કુલ 958 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button