નેશનલ

ઘઉં, ચોખાના ભાવ નિયંત્રણ માટે સરકાર દ્વારા પગલાં

નવી દિલ્હી: સરકારે ગુરુવારે ખુલ્લા બજારમાં છૂટક કિંમતોને નિયંત્રિત કરવાના પ્રયાસોના ભાગરૂપે ઈ-ઓક્શન દ્વારા તેના બફર સ્ટોકમાંથી ૨.૮૪ લાખ ટન ઘઉં અને ૫૮૩૦ ટન ચોખાનું ૨૩૩૪ બિડર્સને વેચાણ કર્યું છે.

એક સત્તાવાર નિવેદનમાં, ખાદ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ૨૧મી ઈ-ઓક્શન ૧૫ નવેમ્બરે યોજાઈ હતી, જેમાં ઓપન માર્કેટ સેલ સ્કીમ ડોમેસ્ટિક હેઠળ ત્રણ લાખ ટન ઘઉં અને ૧.૭૯ લાખ ટન ચોખાની ઓફર કરવામાં આવી હતી.

મંત્રાલયે જણાવ્યું હતું કે ૨.૮૪ લાખ ટન ઘઉં અને ૫,૮૩૦ ટન ચોખા ૨,૩૩૪ બિડર્સને વેચવામાં આવ્યા હતા.

ચોખા, ઘઉં અને લોટના છૂટક ભાવને અંકુશમાં રાખવા માટે બજારના હસ્તક્ષેપ માટે કેન્દ્ર સરકાર દ્વારા ઘઉં અને ચોખા બંનેની સાપ્તાહિક ઈ-હરાજી હાથ ધરવામાં આવે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે એવરેજ ક્વોલિટી ઘઉં માટે વેઇટેડ એવરેજ વેચાણ કિંમત ₹ ૨૨૪૬.૮૬ પ્રતિ ક્વિન્ટલ, જ્યારે અન્ડર રિલેક્સ્ડ સ્પેસિફિકેશન ઘઉંની વેઇટેડ એવરેજ વેચાણ કિંમત ₹ ૨૨૩૨૩ રૂ. ૨,૨૩૨૩ ક્વિન્ટલ હતી. વધુમાં, અઢી લાખ ટન ઘઉં અર્ધ-સરકારી અને સહકારી સંસ્થાઓ જેમ કે કેન્દ્રીય ભંડાર વગેરે હેઠળ ફાળવવામાં આવ્યા છે જેથી ઘઉંને લોટમાં રૂપાંતરિત કરવામાં આવે અને તેને ‘ભારત આટા’ બ્રાન્ડ હેઠળ જાહેર જનતાને વેચાણ માટે ઓફર કરવામાં આવે.

આ વર્ષે ૧૪ નવેમ્બર સુધીમાં, આ ત્રણ સહકારી મંડળીઓ દ્વારા ૧૫,૩૩૭ ટન ઘઉંનું વધુ આટામાં રૂપાંતર કરવા માટે ઉપાડવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button