નેશનલ

ભારત સામે ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા ટકરાશે

કોલકાતા: ક્રિકેટ વિશ્ર્વ કપની રવિવારે અમદાવાદમાં રમાનારી ફાઇનલ મેચમાં ભારતની સામે ઑસ્ટ્રેલિયા ટકરાશે. અહીં ગુરુવારે રમાયેલી બીજી સૅમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટથી હરાવ્યું હતું.

ઑસ્ટ્રેલિયાએ ૪૭.૨ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ૨૧૫ રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયાના પ્રારંભિક બેટ્સમેન ટ્રેવિસ હેડે ૬૨ રન, ડેવિડ વોર્નરે ૨૯ રન અને સ્ટીવન સ્મિથે ૩૦ રન કર્યા હતા.
વર્લ્ડ કપ ૨૦૨૩ની બીજી સેમિફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકા ૪૯.૪ ઓવરમાં ૨૧૨ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ડેવિડ મિલરે આફ્રિકા માટે શાનદાર સદી ફટકારીને ૧૦૧ રન ફટકાર્યા હતા. ઑસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક અને કેપ્ટન કમિન્સે ૩-૩ વિકેટ ઝડપી હતી.

પ્રથમ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પહેલી જ ઓવરમાં ટીમને પહેલો ફટકો કેપ્ટન ટેમ્બા બાવુમાના રૂપમાં લાગ્યો હતો, જે ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો. પછી ક્વિન્ટન ડી કોક ૧૪ બોલમાં ત્રણ રન કરીને આઉટ થયો હતો. ત્યાર પછી ૧૧મી ઓવરના પાંચમા બોલ પર એડન માર્કરામ ૧૦ રન પર પેવેલિયન પરત ફર્યો હતો અને ૧૨મી ઓવરના પાંચમા બોલ પર રાસી વાન ડેર ડુસેન છ રને પેવેલિયન પરત ફર્યો હતો.

સાઉથ આફ્રિકાએ ૨૪ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં ડેવિડ મિલર અને હેનરિક ક્લાસેને પાંચમી વિકેટ માટે ૯૫ રનની ભાગીદારી કરી હતી. આ સિવાય મિલરે ગેરાલ્ડ કોએત્ઝી સાથે મળીને સાતમી વિકેટ માટે ૫૩ રનની ભાગીદારી કરી હતી. ઑસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્ક અને કેપ્ટન પેટ કમિન્સે સૌથી વધુ ૩-૩ વિકેટ ઝડપી હતી. આ સિવાય જોશ હેઝલવુડ અને ટ્રેવિસ હેડને ૨-૨ સફળતા મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…