આપણું ગુજરાત

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ફાઇનલ મેચની તડામાર તૈયારીઓ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે રમાયેલી સેમિફાઈનલ મેચમાં ભારતની જીત થયા બાદ ભારત રવિવારે ૧૯મી નવેમ્બરના અમદાવાદમાં ફાઈનલ રમશે. જ્યારે ફાઈનલની બીજી ટીમ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બેમાંથી એક હશે. એટલે મોદી સ્ટેડીયમમાં ખરાખરીનો ખેલ જામશે. ભારતની ટીમ ફાઇનલ રમવાની હોવાથી મેચ જોવા માટે આવનારાંની સંખ્યા મોટા પ્રમાણમાં હોવાની પૂરી શકયતા છે બીજી બાજુ ૧૯મીની આ ફાઇનલ મેચને પગલે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ પહેલાં જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ફાઈનલ મેચ પહેલાં કલોસિંગ સેરેમનીમાં પરફોર્મન્સની તૈયારીઓ માટે ડાન્સર્સ સહિતની ટીમ પહોંચી ગઇ છે. તેમજ ફાઇનલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ યોજાશે.ફાઈનલ મેચમાં મોટી સંખ્યામાં દર્શકો ઉપરાંત વીવીઆઇપી અને વીઆઇપીની પણ મોટો જમાવડો થવાનો હોવાથી પોલીસ અને વહીવટી તંત્ર પણ આ માટેના આયોજન પર કામ કરી રહ્યું છે. જ્યારે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ દર્શકો અને મહાનુભાવો માટેની વિશેષ વ્યવસ્થા માટે બેઠકોના દૌર શરૂ થઇ ચૂક્યો છે. ફાઇનલ મેચ સાથે સ્ટડિયમમાં યોજાનારાં જ કાર્યક્રમ માટે પરફોર્મ કરનાર કલાકારોએ પણ અમદાવાદ ખાતે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા પણ વધારવામાં આવી રહી છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એરક્રાફ્ટ શોની પ્રેક્ટિસ કરાઈ રહી છે. તેમજ ફાઈનલ મેચ દરમિયાન એરક્રાફ્ટ શો યોજાશે. તેથી સ્ટેડિયમમાં એરક્રાફ્ટ શોની પ્રેક્ટિસ આજે કરાઈ હતી. ૧૯૮૬ અને ૨૦૧૧ બાદ ભારત ફરીવાર ઇતિહાસ સર્જવા જઇ રહ્યુ છે. ત્યારે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડીયમ આ ઇતિહાસનું સાક્ષી બનશે. ૧૯મી નવેમ્બરના રોજ વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાનાર છે ત્યારે વિશેષ તૈયારીઓ કરવામા આવી છે. ભારતની ટીમ આઇટીસી નર્મદા ખાતે રોકાણ કરશે ત્યારે હોટેલની અંદર નમો સ્ટેડિયમ અને વર્લ્ડ કપની રંગોળી તૈયાર કરવામા આવી છે.

બીજી તરફ આજે ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચશે. જેના સ્વાગત માટે પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ન્યૂ ઝીલેન્ડને સેમિફાઈનલમાં ૭૦ રનથી હરાવીને ભારતીય ટીમ વર્લ્ડકપ-૨૦૨૩ ના ફાઈનલમાં પહોંચી છે. જેની સાથે જ ભારત ત્રીજી વખત વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચ્યું છે. આ તરફ અમદાવાદના લોકોમાં પણ ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધારવા માટે તૈયારીઓ શરૂ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button