આપણું ગુજરાત

અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઇનલના પગલે હોટેલના ભાડા વધીને ₹ ૫૦ હજાર થયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ ફાઇનલમાં હજી ટીમ ઈન્ડિયા પહોંચતા જ હવે અમદાવાદમાં રમાનારી ફાઇનલ મેચ જોવા માટે દેશભરમાંથી લોકો અમદાવાદમાં ઊમટી પડશે અને તેની સીધી અસર શહેરની હોટેલોના ભાડા વધારાના રૂપે થઇ છે.અમદાવાદની હોટલના ભાડા ૫૦ હજારને પાર પહોંચ્યા છે. તો કેટલીક હોટેલના એક રૂમનું એક રાત્રીનું ભાડું એક લાખને પાર પહોંચ્યું છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧૯મી નવેમ્બરના ટીમ ઈન્ડિયા ફાઈનલ મેચ રમશે. અમદાવાદમાં મેચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો પહોંચી શકે છે. આ માટે ઘણી સામાન્ય રીતે ચારથી પાંચ હજારનું ભાડું ધરાવતા રૂમનો સામાન્ય ભાવ ૫૦ હજારને પાર પહોંચી ગયા છે. તેમજ અમદાવાદની ઘણી વૈભવી હોટલોએ ૧૮ નવેમ્બરનું બુકિંગ લેવાનું બંધ કરી દીધું છે.

અગાઉ જે લકઝરી હોટલના રૂમના ભાવ ૧૮ થી ૧૯ હજાર હતા તેના ભાડા વધીને સીધા ૫૦ હજારથી ૭૭ હજાર અને ૧ લાખ સુધી પહોંચી ગયા છે. અમદાવાદમાં થ્રી સ્ટાર અને ફાઇવ સ્ટારના ૧૦ હજારથી વધારે રૂમ છે ત્યારે આ પ્રકારની ડિમાન્ડ ભારત-પાકિસ્તાન મેચ વખતે પણ જોવા મળી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, હોટલમાં રોકનારી સંખ્યા સાથે સાથે એરલાઈન્સના ભાડા પણ વધ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. મુંબઇ થી અમદાવાદ વચ્ચે એર ફેર ૨૮૦૦૦ થી લઈ અલગ અલગ ફ્લાઈટ કંપનીઓમાં ભાડા ૩૦ હજાર સુધી પહોંચ્યા છે. નોંધનીય છે કે, સામાન્ય દિવસમાં મુંબઇ અમદાવાદ એર ફેર ૩૦૦૦ ની આસપાસ રહેતું હોય છે. મેચ જોવા માટે મોટી સંખ્યામાં વીઆઇપી થી વીવીઆઇપી આવી શકે છે. આ માટે અમદાવાદ એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળશે. તેમજ ઘણાં પ્રાઈવેટ જેટથી લઈ વિવિધ ફ્લાઈટ અમદાવાદ આવી શકે છે. જેના માટે અગાઉ જ એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગાઇડલાઈન આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button