આમચી મુંબઈ

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ૯૮ ટકા કામકાજ પૂર્ણ

મુંબઈથી નવી મુંબઈ વચ્ચેનું અંતર ઘટશે

મુંબઈ: મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટ (એમટીએચએલ)નું કામકાજ ૯૮ ટકાથી વધુ પૂરું થયું હોવાથી આ કોરિડોરને ટૂંક સમયમાં વાહનોની અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવશે, જે મુંબઈથી નવી મુંબઈનું અંતર ઘટાડશે.

૨૨ કિલોમીટર લાંબા દરિયાઈ પ્રકલ્પ પૂરો થવાથી મુંબઈ રિજનના બંને શહેરો (મુંબઈ અને નવી મુંબઈ)ને દરિયાઈ માર્ગે અવરજવર કરવામાં કનેક્ટિવિટી મળશે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રકલ્પને શિવડી-ન્હાવા શેવા ટ્રાન્સ હાર્બર લિંક તરીકે પણ ઓળખવામાં આવશે, તેના પરથી વાહનોને કલાકના ૧૦૦ ઊંખની ઝડપથી વાહન ચલાવવાની મંજૂરી આપવામાં આવશે.

આ અંગે એમએમઆરડીએના અધિકારીએ કહ્યું હતું કે એક અંદાજ મુજબ આ બ્રિજ પરથી દરરોજ લગભગ ૧ લાખ વાહન પસાર થશે. આટલી મોટી સંખ્યામાં વાહનોને અવરજવરને ધ્યાનમાં રાખીને એમએમઆરડીએએ બ્રિજ પર ત્રણ ફાયર ફાઇટીંગ એન્ડ રેસ્ક્યુ વાહનો અને બે એમ્બ્યુલન્સ તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. આ બ્રિજ મુંબઈથી નવી મુંબઈને જોડશે, જે ભારતનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ પણ હશે, જ્યારે ટ્રાવેલ ટાઈમમાં પણ ૪૦ મિનિટનો ઘટાડો થઈ શકશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

એમટીએચએનએલના ૨૨ કિલોમીટર લાંબા આ પુલનો ૧૬ કિલોમીટરનો વિસ્તાર સમુદ્રની ઉપર છે. પુલનો મોટો ભાગ દરિયાની ઉપર હોવાના કારણે ઈમરજન્સી મદદ માટે ખાસ કાળજી રાખવામાં આવી છે. આ પુલને સત્તાવાર રીતે શ્રી અટલ બિહારી વાજપેયી ટ્રાન્સ હાર્બર લિંક નામ પણ આપવામાં આવ્યું છે.

દરિયામાં બની રહેલા દેશના આ સૌથી લાંબા પુલ પર વાહનોની અવરજવર શરૂ કરતા પહેલા પ્રશાસન પ્રવાસીઓની સુરક્ષા માટે નક્કર વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે. આ માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) બ્રિજ પર ફાયર ફાઇટીંગ સિસ્ટમ અને બચાવ વાહનો અને એમ્બ્યુલન્સને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવા અથવા કટોકટીની સ્થિતિમાં કામકાજ કરવા માટે સક્ષમ હશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button