આમચી મુંબઈ

મુંબઈમાં ૧૨ દિવસ ૧૦ ટકા પાણીકાપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દિવાળી પૂરી થવાની સાથે જ મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા ખાતા દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. તેથી ૧૨ દિવસ સુધી મુંબઈગરાને ૧૦ ટકા પાણીકાપનો સામનો કરવો પડવાનો છે.

પાણીપુરવઠા ખાતાના જણાવ્યા મુજબ પિસેમાં આવેલા ન્યૂમૅટિક ગેટ સિસ્ટમમાં એર બ્લેડર બદલવાનું કામ હાથ ધરવામાં આવવાનું છે. આ કામ સોમવાર, ૨૦ નવેમ્બરથી શનિવાર, ડિસેમ્બર, ૨૦૨૩ સુધી ચાલવાનું
છે. તેથી આ સમયગાળા દરમિયાન સમગ્ર મુંબઈની સાથે પાલિકા દ્વારા થાણે અને ભિવંડી મહાનગરપાલિકાને કરવામાં આવતા પાણીપુરવઠાને પણ અસર થશે.

૨૦ નવેમ્બરથી ૧૨ દિવસ સુધી મુંબઈ, થાણે અને ભિવંડીમાં ૧૦ ટકા પાણીકાપ રહેશે. તેથી આ સમય દરમિયાન પાણીને સંભાળીને વાપરવાની અપીલ પાલિકા દ્વારા કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે