મેટિની

એડવાન્સ બુકિંગનો એડવાન્ટેજ

ફિલ્મો માટે એડવાન્સ બુકિંગ બની રહ્યું છે વરદાનરુપ

આજકાલ -ડી. જે. નંદન

ગયા ૧૨ નવેમ્બરથી સલમાન ખાન અને કૈટરીના કૈફ સ્ટારર ફિલ્મ ’ટાઇગર થ્રી’ દેશના લગભગ દરેક સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મની એડ્વાન્સ બુકિંગ રિલીઝ પહેલા પાંચમી નવેમ્બરે જ શરૂ થઈ ગઈ હતી. પહેલા દિવસે સલમાન કૈટરીના સ્ટારર આ ફિલ્મની ૩૯,૫૦૦ થી વધુ ટિકિટ વેચાઈ હતી. છેલ્લા થોડાક મહિનાથી ફિલ્મોની ટિકિટોનું એડ્વાન્સ બુકિંગ એક ટ્રેન્ડ બની ગયો છે.

આ અઠવાડિયે રિલીઝ થયેલી સલમાનની ટાઇગર ભલે ૩ સપ્ટેમ્બરે રિલીઝ થયેલી શાહરુખ ખાનની ’જવાન’નો એડ્વાન્સ બુકિંગ રેકોર્ડને ન તોડે તેમ છતાં સલમાનની આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર બ્લોકબસ્ટર સાબિત થઈ રહી છે. બોક્સ ઓફિસ કલેક્શન પર ટાઇગરનો જાદુ જોવા મળી રહ્યો છે તેથી અનેક નિષ્ણાંતોનું માનવું છે કે તે શાહરુખની આ ફિલ્મને કમાણીમાં પાછળ મૂકી શકે છે. શાહરુખની જવાને ૧૫ લાખ એડ્વાન્સ ટિકિટ બુકિંગનો રકોર્ડ કર્યો હતો, જેથી આ ફિલ્મ પહેલા દિવસે જ લગભગ ૭૦ કરોડ રૂપિયાની કમાણી કરનાર ભારતની પહેલી ફિલ્મ બની હતી.

ભારતમાં એક સમયે ફિલ્મ ૧૦૦ કરોડનો પણ આંકડો પર કરે તો તેને સુપરહીટ ફિલ્મની યાદીમાં સામેલ કરવામાં આવતી હતી, પણ હવે બદલાતા સમયની સાથે આજે અનેક ફિલ્મો ફક્ત મોટા અભિનેતાઓના નામ જોડાતાની સાથેજ ૧૦૦ કરોડનો વિક્રમી આંકડો પાર કરી જાય છે અથવા ખૂબ જ ખરાબ રીતે બોક્સ ઓફિસ પર પિટાઈ જાય છે. જેમ જેમ દુનિયામાં ટેક્નોલોજીનો વિકાસ થવા માંડ્યો તેમ તેમ ફિલ્મોમાં અનેક બદલાવ આવતા ગયા ટેક્નોલોજી સાથે ફિલ્મની માર્કેટિંગમાં પણ અનેક સુધારા આવ્યા. આજે બોલીવુડ ફિલ્મનોના બજેટના જેમ માર્કેટિંગ માટે પણ એક મોટું એવું બજેટ રાખવામા આવે છે. વધુ માર્કેટિંગ બજેટ એટ્લે ફિલ્મ વધારે કમાઈ કારે તેવું નહીં અનેક વખત ૪૦૦-૫૦૦ કરોડ રૂપિયા માર્કેટિંગ પાછળ ખર્ચ કર્યા હોવા છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થાય છે.

બોલિવૂડમાં હાલમાં ચાલતો એડ્વાન્સ બુકિંગનો ટ્રેન્ડ પણ એક માર્કેટિંગ સ્ટ્રેટજી છે અને ફિલ્મમેકર (પ્રોડ્યૂસર)ની આ સ્ટ્રેટજી ફિલ્મો માટે લાભદાયી સાબિત થઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે. શાહરુખની ’જવાન’ના હિન્દી, તામિલ અને તેલગુ વર્જન સૌથી વધુ એડ્વાન્સમાં ટિકિટ બૂક થયેલી બોલિવૂડની સૌથી પહેલી ફિલ્મ બની ત્યાર બાદ તેની પાછળ પાછળ સની દેઓલની ગદર ૨એ એડ્વાન્સ બુકિંગથી ૧૮ કરોડ જેટલી કમાઈ પહેલા દિવસે કરી હતી.

સલમાન ખાનની ટાઈગર-થ્રી પણ આવી જ રીતે બોક્સ ઓફિસ પર પોતાની કમાલ બતાવશે તો તે આ ફિલ્મ આગામી અઠવાડિયામાં ૪૦૦ કરોડના બોક્સઓફિસ કલેક્શનને પણ પાર કરવાની શક્યતા છે. તે જ રીતે આ વર્ષે ’પઠાણ’, કેજીએફ ૨ , બ્રહ્માસ્ત્ર, આદિપુરુષ જેવી અનેક ફિલ્મોએ પણ એડ્વાન્સ બુકિંગથી ફિલ્મના રિલીઝ પહેલા રેકોર્ડ બ્રેકિંગ કમાણી કરી હતી.ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત