IPL 2024સ્પોર્ટસ

કિંગ કોહલીના રેકોર્ડ પછી સ્ટાર ફૂટબોલરે આપ્યું સૌથી મોટું નિવેદન

મુંબઇઃ વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023 સેમી ફાઇનલ મેચ ઘણી બધી રીતે ઐતિહાસિક રહી હતી. ભારતે ન્યૂ ઝીલેન્ડને 70 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ મેચમાં વિરાટ કોહલીએ વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે સચિન તેંડુલકરના 49 સદીના રેકોર્ડને તોડીને તેની 50મી સદી ફટકારી હતી.
વાનખેડે સ્ટેડિયમમાં અનેક ક્રિકેટરોએ કોહલીના વિક્રમને જોયો હતો, પરંતુ બ્રિટનના જાણીતા સ્ટાર ફૂટબોલર અને ઈંગ્લેન્ડ ટીમના પૂર્વ કેપ્ટન તેને જોઈને મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. કોહલીની આ ઐતિહાસિક ઈનિંગનો સાક્ષી બનવા બદલ બેકહમે આનંદ વ્યક્ત કર્યો હતો. ડેવિડ બેકહમે સચિન તેંડુલકર અને બીસીસીઆઇ સેક્રેટરી જય શાહ સાથે મેચનો આનંદ માણતો જોવા મળ્યો હતો.
ભારતીય ઇનિંગ્સ પછી બેકહમે કહ્યું હતું કે આ સ્ટેડિયમમાં આવીને આ ઐતિહાસિક ક્ષણને જોવી ખરેખર આનંદની વાત છે. તમે સ્પષ્ટપણે જાણો છો કે આજે મેં સચિન સાથે થોડો સમય વિતાવ્યો છે અને મને ખબર છે કે તેણે આ સ્ટેડિયમમાં શું મેળવ્યું છે અને હું જાણું છું કે તેણે તેના દેશ અને રમત માટે શું મેળવ્યું છે, પરંતુ આજે વિરાટને પણ આમ કરતા જોયો છે.
આ ખરેખર અકલ્પનીય છે. તમે સ્ટેડિયમનું વાતાવરણ જોઈ શકો છો. પ્રથમ વખત હું યોગ્ય સમયે ભારત આવ્યો છું. હું અહીં દિવાળી માટે આવ્યો છું, હું અહીં નવા વર્ષ માટે આવ્યો છું અને હવે હું અહીં વર્લ્ડ કપમાં મારી પ્રથમ મેચ માટે આવ્યો છું અને તે ખૂબ જ ખાસ છે.
નોંધનીય છે કે બેકહમ કોહલીની બેટિંગ જોઈને ઉત્સાહિત થયો હતો. મેચ અગાઉ બેકહમ સ્ટેડિયમમાં વિરાટ કોહલીને મળ્યો હતો. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button