નેશનલ

બોલો, ટીસીએસે અચાનક 2,000 કર્મચારી માટે ભર્યું આ પગલું

હૈદરાબાદ: આઇટી વિભાગમાં સૌથી વધુ નોકરીઓ આપવા માટે જાણીતી કંપની TCS(ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ) સામે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયમાં ફરિયાદ કરવામાં આવી છે. આઈટી કર્મચારીઓના સંગઠને મંત્રાલયને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે TCS દ્વારા તેના 2000થી વધુ કર્મચારીઓને બળજબરીથી ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.

આઇટી વર્કર્સ એસોસિએશને આરોપ લગાવતા જણાવ્યું હતું કે કર્મચારીઓને તેમની મરજી વિરુદ્ધ ટ્રાન્સફર ઓર્ડર પકડાવી દેવામાં આવ્યા છે. શ્રમ વિભાગને વિનંતી કરવામાં આવી છે કે ટીસીએસની આ ટ્રાન્સફર પ્રેક્ટિસની તપાસ કરે અને જો આ શ્રમ કાયદાનું ઉલ્લંઘન થતું હોય તો જરૂરી પગલાં લેવામાં આવે. કંપનીએ 2000થી વધુ કર્મચારીઓની બદલી માટે કોઇ ઉચિત કારણ આપ્યું નથી. તેમને કંપનીએ મોકલેલા ઇ-મેલમાં જણાવવામાં આવ્યું છે કે બિઝનેસમાં મેનપાવરની જરૂરિયાતો માટે કર્મચારીઓને ફરજિયાતપણે ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.

કંપનીએ મેઇલમાં જણાવ્યું છે કે, ટીસીએસ સ્ટાફે 2 અઠવાડિયાની અંદર નવા સ્થાન પર જોડાવું પડશે અને ટ્રાન્સફરને લગતા ખર્ચ પાછળથી ચૂકવવામાં આવશે. આઇટી કંપની ટીસીએસના જે સ્ટાફની બદલી કરવામાં આવી છે, તેમાંના મોટાભાગના લોકોને એકથી બે વર્ષનો અનુભવ છે અને મોટાભાગનો સ્ટાફ હૈદરાબાદના બેઝ લોકેશનથી આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button