નવી દિલ્હી: કથિત ન્યૂઝ ક્લિક ફંડિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અમેરિકન કરોડપતિ નેવિલ રોય સિંઘમને વિદેશ મંત્રાલય દ્વારા સમન્સ મોકલ્યા છે. નેવિલ રોય હાલમાં ચીનમાં છે. દિલ્હીની એક કોર્ટે ED માટે લેટર ઓફ રોગેટરીનો જાહેર કર્યો હતો. અગાઉ ચીને સિંઘમને સમન પાઠવવા ઇનકાર કર્યો હતો. EDએ તેમને ન્યૂઝક્લિક ફંડિંગ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે સીબીઆઈએ બે મહિના પહેલા ન્યૂઝક્લિક વિરુદ્ધ એફસીઆરએ ઉલ્લંઘનનો કેસ નોંધ્યો હતો અને નેવિલ રોય સિંઘમને આરોપી બનાવ્યો હતો, હવે તેને સમન્સ જારી કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ED જેલમાં બંધ ન્યૂઝક્લિક એડિટર પ્રબીર પુરકાયસ્થની કસ્ટડી પણ માંગશે. નેવિલ રોય સિંઘમનું નામ સૌપ્રથમ ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના એક અહેવાલમાં આવ્યું હતું, જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અમેરિકન કરોડપતિ વિશ્વભરમાં ચાઈનીઝ પ્રોપગંડા ફેલાવવામાં સામેલ છે. જોકે નોવિલે તમામ આરોપો નકારી કાઢ્યા હતા. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ગયા મહિને ન્યૂઝક્લિક એડિટર પ્રબીર પુરકાયસ્થ અને તેના એચઆર હેડ અમિત ચક્રવર્તીની ધરપકડ કરી હતી. 100 સ્થળોએ દરોડા પાડીને પત્રકારો અને કાર્યકરો સહિત લગભગ 100 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
EDના અધિકારીઓ પોર્ટલ સામેના આરોપોની તપાસ કરી રહ્યા છે, તેના પર ચીન પાસેથી ગેરકાયદે નાણાં લેવાનો અને ચીની પ્રચારને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. પોર્ટલ સાથે જોડાયેલા ઘણા કર્મચારીઓ અને સલાહકારો પણ તપાસ હેઠળ છે.