મનોરંજન

પહેલા થપ્પડ મારી, પછી કહ્યું શૂટિંગનો ભાગ છે ને હવે માફી માગી, નાના પાટેકર પણ…

અભિનેતા નાના પાટેકર ફિલ્મોમાં તો ખરા જ પણ વાસ્તિવક જીવનમાં પણ તુંડમિજાજી હોવાનું ઘણીવાર બહાર આવ્યું છે. તેમના નજીકના વર્તુળોમાં તેમનો સ્વભાવ ચર્ચાનો વિષય બનતો હોય છે. અભિનેત્રી તનુશ્રી દત્તાએ તો તેમના પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.

હવે ફરી તેમનો એક વીડિયો વાયરલ થયો છે. વારાણસીમાં પોતાની ફિલ્મ ‘જર્ની’ના શૂટિંગ દરમિયાન નાનાએ એક ચાહકને થપ્પડ મારી હતી. જ્યારે ફેન નાના સાથે સેલ્ફી લેવા આવ્યો તો નાના ગુસ્સામાં આવી ગયા અને તેને માર માર્યો. નાનાનું આ વર્તન કેમેરામાં કેદ થયું અને સોશિયલ મીડિયા પર વાયરલ થયું. હવે નાનાએ આ સમગ્ર ઘટના પર ખુલાસો કર્યો છે. જોકે અગાઉ આ સિન શૂટિંગનો ભાગ હોવાની વાતો પણ ફેલાઈ હતી.

નાના પાટેકરએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે તેમણે આ ગેરસમજને કારણે કર્યું છે. તેમના કહેવા અનુસાર તેઓ જે સિન શૂટ કરી રહ્યા હતા તેમાં પમ એક છોકરો આવી નાનાને પોતાની ટોપી વેચવાનું કહે છે. નાના ગુસ્સામાં તેને ભગાડે છે. આ સિનના શૂટિંગ વચ્ચે તે છોકરાને બદલે બીજો છોકરો સેલ્ફી લેવા આવ્યો અને નાનાએ તેને સિનનો ભાગ સમજી માર્યો. જોકે તે બાદ નાનાએ માફી માગી છે અને આ રીતે ફોટો લેવા માટે કોઈને ક્યારેય ના નથી પાડી કે કોઈને માર્યા નથી તેમ તેમણે કહ્યું હતું.

જોકે નેટિઝન્સ આને ઢાંકપિછોડો કરવા માટે ઉપજાવી કાઢેલી વાત કહે છે. જોકે અહીં એક વાત એ પણ છે કે શૂટિંગ દરમિયાન આ રીતે ફેન્સ સેલિબ્રિટી પાસે પહોંચી જાય અને સેલ્ફી કે ફોટાની માગ કરે તો તેમને પણ કામમાં ખલેલ પડે છે, પણ સેલિબ્રિટી બનવું હોય તો આ બધું તો સ્વીકારવું જ પડે નાના.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button