ભારતે સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવીને વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ મેચમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શામીએ 7 વિકેટ ઝડપી હતી. શમી કરોડો ક્રિકટપ્રેમીના દિલોદિમાગ પર તો છવાયો છે, પણ દિલ્હી, મુંબઈ ગુજરાત પોલીસના ટ્વીટર હેન્ડલ પર પણ તેને લઈને ઘણી મજેદાર પોસ્ટ થઈ રહી છે.
ભારતે વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવીને ચોથી વખત આ વૈશ્વિક ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ મેચમાં, જ્યારે ભારતે પ્રથમ બેટિંગ કરી અને 50 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 397 રન બનાવ્યા હતા, ત્યારે ન્યૂઝીલેન્ડની આખી ટીમ 48.5 ઓવરમાં 327 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરી અને 57 રનમાં 7 વિકેટ લીધી.
શમીના પ્રદર્શન અંગે, દિલ્હી પોલીસે મુંબઈ પોલીસને ટેગ કરી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી જે વાયરલ થઈ. મેચ બાદ દિલ્હી પોલીસે લખ્યું, ‘મુંબઈ પોલીસ, અમે આશા રાખીએ છીએ કે તમે આજે થયેલા હુમલા માટે મોહમ્મદ શમીની ધરપકડ નહીં કરો.’
મુંબઈ પોલીસે પણ તરત જ દિલ્હી પોલીસની પોસ્ટનો મસ્ત જવાબ આપ્યો અને લખ્યું, ‘દિલ્હી પોલીસ, તમે અસંખ્ય લોકોના દિલ ચોરવા માટેની કલમો લગાવવાનું ભૂલી ગયા છો અને તમે સહ-આરોપીઓની યાદી પણ આપી નથી.’ અહીં મુંબઈ પોલીસ મેચના હીરો વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, શુભમન ગિલ, કેએલ રાહુલ તરફ ઈશારો કરી રહી હતી, જેમના વિશે દિલ્હી પોલીસે લખ્યું ન હતું. થોડી જ વારમાં આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.
આ સાથે મુંબઈ પોલીસે ગુજરાત પોલીસને ટ્વીટ કરી લખ્યું હતું વિજય રથ ચા સ્વાગત કરાયલા તૈયાર આહાત ના જેના જવાબમાં અમદાવાદ પોલીસે હા હમ તૈયાર હૈ, તેવી ટ્વીટ કરી હતી.
સેમી ફાઈનલ મેચમાં જ્યારે ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે એક મોટો ટાર્ગેટ રાખ્યો હતો, ત્યારે બધા માની રહ્યા હતા કે ટીમ ઈન્ડિયા સરળતાથી મેચ જીતી જશે. આ પછી ન્યૂઝીલેન્ડની ટીમ જ્યારે બેટિંગ કરવા ઉતરી ત્યારે તેની શરૂઆત ખરાબ રહી હતી અને 39 રનમાં તેની બે વિકેટ પડી ગઈ હતી. પરંતુ આ પછી, જ્યારે મિશેલ અને કેપ્ટન કેન વિલિયમસને ત્રીજી વિકેટ માટે 181 રનની ઝડપી ભાગીદારી કરી ત્યારે મેચમાં રસાકસી ઊભી થઈ.
ન્યૂઝીલેન્ડ પાસે સારા બેટ્સમેન હોવાથી અને વાનખેડેની પીચ બેટ્સમેન માટે સારી ગણાતી હોવાથી સૌને આ પાર્ટનરશિપ તૂટે તેની પ્રતીક્ષા હતી. જે કામ શામીએ કર્યું. શમીએ આવતાની સાથે કેન વિલિયમસનની મહત્વની વિકેટ લઈને આ લાંબી ભાગીદારીને તોડી નાખી. શમીએ આ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. આ પછી ન્યુઝીલેન્ડની ટીમ દબાણમાં આવી ગઈ. જોકે, ફિલિપ્સ અને મિશેલ વચ્ચે પાંચમી વિકેટ માટે 75 રનની ભાગીદારી થઈ હતી જેને બુમરાહે તોડી હતી. બાદમાં શમીએ વધુ 3 વિકેટ લીધી અને આખી ટીમ 327 પર સમેટાઈ ગઈ. આ શાનદાર પ્રદર્શન માટે શમીને ‘મેન ઓફ ધ મેચ’ આપવામાં આવ્યો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને