નરેન્દ્ર મોદી પર ફિલ્મ બનવી જોઇએ… અને તેનું નામ … : પ્રિયંકા ગાંધીએ સલમાનની ફિલ્મનું નામ લઇને વડા પ્રધાન પર કરી ફિલ્મી ટીકા

દતિયા: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી પ્રચારનો જોશ હવે શમી ગયો છે. પ્રચારના છેલ્લાં દિવસે બધા જ પક્ષોએ એક બીજા પર આકરી ટીકા કરી હતી. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ તો છેક વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર જ નિશાનો સાધ્યો હતો. પ્રિયંકા ગાંધીએ બોલીવુડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ તેરે નામનો ઉલ્લેખ કરી વડા પ્રધાન મોદી પર કટાક્ષ કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીના જીવન પર એક ફિલ્મ બનવી જોઇએ અને એ ફિલ્મનું નામ મેરે નામ હોવું જોઇએ.
મધ્ય પ્રદેશમાં દતિયા વિધાનસભા મતદાર સંઘમાં પ્રિયંકા ગાંધીની પ્રચાર સભા યોજાઇ હતી. આ વખતે વાત કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મોદી બાબતે કંઇ જ ના પૂછતાં, એમના વિશે તો હવે શું બોલીએ? તેઓ દેશના એવા પહેલાં વડા પ્રધાન છે જે પોતાના જ વિશે બોલ્યા કરે છે, જે પોતાના દુ:ખમાં જ દુ:ખી છે. તેઓ કર્ણાટક ગયા તો ત્યાં તેમણે યાદી વાચીને સંભળાવી. કહ્યું કે લોકો મને ગાળો આપે છે. એ કાયમ રડતાં જ હોય છે. તમે સલમાન ખાનની તેરે નામ ફિલ્મ જોઇ હશે એ ફિલ્મમાં સલમાન ખાનનું પાત્ર શરુઆતથી અંત સુધી રડ્યાં જ કરે છે, એવી જ આપડાં મોદીજીની હાલત છે.
પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું કે, મને એમ લાગે છે કે નરેન્દ્ર મોદીના જીવન પર એક ફિલ્મ બનવી જોઇએ. તેનું નામ આપડે મેને નામ એમ રાખીએ. લોકોને પરખાવાની મોદી પાસે અપાર શક્તી છે. તેમણે આખા દેશમાંથી ડરપોક અને ગદ્દાર લોકોની ફોજ ભેગી કરી છે. આવા જ લોકોને તેમણે પોતાના પક્ષમાં સ્થાન આપ્યું છે. આ બધુ જોઇને મને ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિષ્ઠાવાન કાર્યકર્તાઓની દયા આવે છે. કારણ કે આ કાર્યકર્તાઓએ છેલ્લાં અનેક વર્ષોથી પક્ષ માટે સંઘર્ષ કર્યો છે. આ વાત કરી પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ છોડીને ભાજપમા જોડાયેલા જ્યોતિરાદિત્યા સિંધિયા પર આડકતરી રીતે વાર કર્યો હતો.
પ્રિયંકા ગાંધીએ કહ્યું અત્યાર સુધી અનેક લોકોએ વિશ્વાસઘાત કર્યો છે. પણ ગ્વાલિયર અને ચંબા મતદારસંઘની જનતા સાથે થયેલ વિશ્વાસઘાત વેદનાદાયક છે. ત્યાં જનતાની પીઠ પર છરો મારવામાં આવ્યો છે. અને આ રીતે આપડી સરકાર પાડવામાં આવી હતી.