આપણું ગુજરાત

ગુજરાતમાં ઠંડીનો ચમકારો: સરેરાશ તાપમાનનો પારો ૧૬ ડિગ્રી સુધી ગગડ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં દિવાળી પહેલાના ચાર દિવસથી છવાયેલું વાદળછાયું વાતાવરણ દિવાળીના દિવસથી હટતા ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. છેલ્લા બે જ દિવસમાં સરેરાશ લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી સુધી નીચે ઊતરતાં હવે શિયાળાની અસલી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.

ઉત્તર-પૂર્વીય દિશા બદલાતા ઠંડીનો ચમકારો વધ્યો છે. બેસતા વર્ષની રાતથી લઘુતમ તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે. ત્યારે કચ્છમાં લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી રહ્યું છે. તથા અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૬ થી ૧૮ ડિગ્રી રહ્યું છે. ભાઇબીજના દિવસે ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડીને ૧૬ ડિગ્રીએ પહોંચ્યો છે. વડોદરામાં ૧૯, સુરત ૨૧ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ભાવનગર ૨૦ ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન રહ્યું છે. દિવાળીના તહેવારમાં જ ગુજરાતમાં ગુલાબી ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે. અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોમાં શિયાળાના આગમનની છડી પોકારતી ગુલાબી ઠંડીનો ચમકારો વધી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button