હિન્દુ મરણ
હાલાઇ લોહાણા
ભંડારિયા નિવાસી હાલ કાંદિવલી અ. સૌ. પૂર્ણિમાબેન રસિક ઠક્કર (ઉં. વ.૬૫) તે અમર, રાધિકા હિમાંશુ ઠક્કરના માતુશ્રી. મિત્તલના સાસુ. ચંદુભાઈ, જેન્તીભાઇ, હેમલતાબેન, અરુણાબેનના ભાભી. સ્વ. ગંગાબેન ગોરધનદાસ મંગલદાસ જટણીયાના દીકરી. સ્વ. જ્યોતિબેનના બહેન. ૧૦/૧૧/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે.
ઘોઘારી લોહાણા
બોરીવલી રહેવાસી સ્વ. વ્રજલાલ ત્રિભોવનદાસ ઉનડકટના પત્ની ગં.સ્વ. વિમળાબેન ઉનડકટ (ઠક્કર) (ઉં. વ. ૮૪) તે ૧૩/૧૧/૨૩ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે રાજુભાઈ, માયાબેન મહેન્દ્રકુમાર રેલીયા, મીનાબેન ભરતકુમાર કારિયાના માતા. કૃષ્ણાબેનના સાસુ. સ્વ.જમનાદાસ પોપટલાલ રાયચા (ભીવંડી)ના દીકરી. નીલમ વીખીલ શાહ, મીનલ અને રીનાના દાદી. તેમની પ્રાર્થનાસભા ૧૬/૧૧/૨૩ ના રોજ ૪ થી ૬ કલાકે હાલાઇ લોહાણા મહાજનવાડી, બીજા માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ મરણ
જાફરાબાદ નિવાસી હાલ કાંદિવલી સ્વ. નર્મદાબેન ત્રિભોવનદાસ સંઘવી (તલાટી)ના પુત્ર નગીનદાસ (ઉં. વ. ૮૮) તે ૯/૧૧/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સુશીલાબેનના પતિ. સ્વ. તુલસીદાસભાઈ, સ્વ. ધરમદાસભાઈ, સ્વ. કમળાબેન, સ્વ. લીલાવતીબેન, સ્વ. પદમાબેનનાભાઈ. રીટા વિપુલ શેઠ, સ્મિતા વિજય મહેતા, હેમાના પિતા. અમરેલીવાળા હાલ પુના સ્વ. અમૃતલાલ માધવજી ગાંધીના જમાઈ. સર્વ લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ ગેલાણા નિવાસી હાલ બોરીવલી ગં. સ્વ. હર્ષાબેન (ઉં. વ. ૬૭) તે સ્વ. રોહિતકુમાર (રાજુભાઈ) અમૃતલાલ સોઢાના ધર્મપત્ની રવિવારે તા.૧૨/૧૧/૨૩ના શ્રીજી ચરણ પામેલ છે. તૈ ભાવનાબેન પરેશકુમાર હરીયાણી, સમીરભાઈ-કામિનીબેન, મયૂરીબેન જયેશકુમાર તન્ના, અને ભક્તિબેન જીતેન્દ્રકુમાર સોલંકીના માતુશ્રી. સ્વ. અંજુબેન જાસ્વનીલ કાનાણી, ઉમાબેન જીતેન્દ્ર વજાણી. રેખાબેન નરેન્દ્ર તન્ના તથા મીનાબેન અશ્ર્વિન બૂચના ભાભી. સ્વ. વ્રજલાલ હેમરાજ રૂપારેલિયાના દીકરી. રાજુભાઈ, સ્વ. પંકજભાઈ, દીપકભાઈ અને જયશ્રી દિપકકુમાર મસરાણીના મોટાબેન. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧૬/૧૧/૨૩ના સાંજે ૩.૩૦ થી ૫.૩૦ કલાકે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ હોલ (સર્વોદય હોલ), એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝ સામે, બોરીવલી (વેસ્ટ) મુંબઈ મધ્યે રાખેલ છે.
લુહાર સુતાર
ગામ રાજુલા હાલ વિલેપાર્લા સ્વ. દિનેશભાઇ જીવરાજભાઈ સોલંકી (ઉં. વ. ૬૬) તા.૧૧/૧૧/૨૩ને શનિવારના શ્રીરામચરણ પામ્યા છે. તે હંસાબેનના પતિ. શૈલેષભાઇ, સંજયભાઈના પિતાશ્રી. અનિલભાઈ જીવરાજભાઈ સોલંકી અને રાજુભાઈ જીવરાજભાઈ સોલંકીના ભાઈ. હીરાબેન, કલાબેન, રંજનબેન, ગિતાબેન, મીનાબેનના ભાઈ. અરવિંદભાઈ છગનભાઈ મકવાણા અને દિનેશભાઇ છગનભાઇ મકવાણાના બનેવી. છગનભાઈ વશરામભાઇ મકવાણાના જમાઈ. તેમની પ્રાથનાસભા તા. ૧૭/૧૧/૨૦૨૩, શુક્રવારના રોજ સમય સાંજે ૫ થી ૭ કલાકે લુહારસુથાર વેલફેર સેંટર, કાર્ટર રોડ નં ૩, બોરીવલી ઈસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.
મોચી
મુંબઈ નિવાસી બોરીવલીના સ્વ. જશુબેન બાબુભાઇ ચાંપનેરીના પુત્ર મહેશભાઈ (ઉં. વ. ૬૧) તે ૧૧/૧૧/૨૩ ના રોજ સ્વર્ગવાસ પામેલ છે. તે મલ્લિકાબેનના પતિ. કૃષ્ણ તથા સિદ્ધિના પિતા. સાસરાપક્ષે સ્વ. શાંતાબેન ભગુભાઈ ચાંપાનેરીના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૧૭/૧૧/૨૩ ના રોજ ૩ થી ૫ કલાકે નિવાસસ્થાન: ૫ / બી, ઓમ સિદ્ધરાજ સોસાયટી, અભિનવ નગર, રોડ કાજુપાડા બોરીવલી ઈસ્ટ રાખેલ છે.
મોંઢ ગોભવા પોરેચા જૂનાગઢ
હાલ મીરારોડ સ્વ. પદમાંવતી ચંદુલાલ પારેખના પુત્ર સુરેન્દ્ર (સુરૂભાઇ) પારેખ (ઉં. વ. ૭૮) તે સ્વ. રસિકલાલ ભુપેન્દ્રભાઈ, હંસાબેન, લીલીબેન તથા પ્રદીપભાઈ, પૂર્ણિમાબેનના ભાઈ. જ્યોત્સ્નાબેન, હર્ષિદાબેન, સ્વ. નલિનીબેનના દિયર. તે તા. ૧૩/૧૧/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જર ક્ષત્રિય કડિયા
ગામ સરસીયા નિવાસી હાલ બોરીવલી જેરામભાઈ કાનજીભાઈ ચોટલીયા (ઉં. વ. ૭૯) તે ૧૪/૧૧/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે કંચનબેનના પતિ. રૂપલ ઉમેશ ગોહેલ, સોનલબેન દેવાંગ ચાવડા, હેતલબેન પરેશ ચૌહાણના પિતા. સ્વ. કાનજીભાઈ ચોટલીયાના પુત્ર. પુરુષોત્તમભાઈ, રાજેશભાઈ, સુભાષભાઈના મોટાભાઈ, ગોરધનભાઈ પોરીયાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૧૬/૧૧/૨૩ના રોજ ૪ થી ૬ કલાકે સીયારામ હોલ, બંગલો નં ૧૩૩/૧૩૮ ગોરાઈ ૧, ગોરાઈ બ્રિજ પાસે બોરીવલી વેસ્ટ રાખેલ છે.
કપોળ
ભાડ વાંકિયા વાળા સ્વ. વૃજલાલ મોદી ના દીકરા સ્વ. રાજુ ભાઇ મોદીના પત્ની જ્યોતિબેન, (ઉં. વ. ૬૧), હાલમુંબઈ-ડોમ્બીવલી, તે ભાવિશા સમીર મહેતા તથા હિરલ અંકિત મોદીના માતુશ્રી. શરદભાઈ, અશોકભાઈ મોદી તથા મધુ પંકજભાઇ મેહતાના ભાભી. આશા મયુર મહેતાના બેન. અમરેલીવાળા સ્વ. ચીમનલાલ ગીરધરલાલ ગાંધીની દીકરી તથા સ્વ. વૃજલાલ ઋગનાથ દેસાઈની ભાણેજ તા. ૮.૧૧.૨૩ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. દમયંતીબેન તુલસીદાસ અનમ, ગામ વિરાણી મોટી હાલે મુલુંડ નિવાસીના મોટા પુત્ર દિનેશભાઈ, (ઉં.વ. ૬૭), તા. ૧૪-૧૧-૨૩ મંગળવારના રામશરણ પામેલ છે. તે ત્રિવેણીબેનના પતિ. તે અર્ચના હિતેશ ચોથાણી, બીજલ કુસલ માણેક તથા પિયુષના પિતાશ્રી. તે મહેશ, જયંતી, પ્રકાશ, સ્વ. સરલાબેન નવિનભાઈ બારૂ તથા માલતીબેન પ્રતાપભાઈ કતીરાના ભાઈ. તે દક્ષાબેન, ઉષાબેન તથા સ્વ. કલ્પનાબેનના જેઠ. સ્વ. શંકરલાલ શીવજી કતીરા, ગામ નેત્રાવાળાના જમાઈ, તે મુકેશ, દિનેશ તથા ભદ્રેશના બનેવી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૬-૧૧-૨૩ ગુરુવારે સાંજ્ના ૫ થી ૭. શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, પવાણી હોલ, પહેલે માળે, આર.આર.ટી.રોડ, મુલુંડ વેસ્ટ મદ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તે જ દિવસે આવી જવું.
કપોળ
સિહોરવાળા, હાલ ઈન્દોર, સ્વ. હીરાલક્ષ્મી જસવંતરાય મેહતાના પુત્રવધૂ. સ્વ. જયપ્રકાશના ધર્મપત્ની ગં.સ્વ. ઉષાબેન મેહતા, (ઉં.વ.૭૦), તા. ૮-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે વિશાલ અને પાયલના માતા. અનીતા અને નિર્મલના સાસુ. કનિષ્ક અને શિવાનીના દાદી. આદિત્યના નાનઈ, ચંદ્રભાગા વિઠ્ઠલદાસ હરગજી સંઘવીના પુત્રી. ભરતભાઈ, ભૂપેન, જ્યોતિ અને ભારતીના બહેન, સર્વે લોકિક પ્રથા બંધ છે.
કપોળ
કાંદિવલી નિવાસી હેમલતા સંઘવી (ઉં.વ.૭૩), તે મુકુંદના ધર્મપત્ની, સ્વ. ગીરજાલક્ષ્મી નારણદસ સંઘવીના પુત્રવધૂ, રેશ્માના સાસુ. અવની મીતેન મોદી તથા અંકુરના માતુશ્રી, સ્વ. વનિતાબેન હીતલાલ સોરડીયા, સ્વ. મધુમાલતી સૂર્યકાન્ત મહેતા, અ.સૌ. કુંદનબેન સુરેશચંદ્ર દેસાઈના ભાભી. પિયરપક્ષે હીરાલક્ષ્મી બાવાલાલ કાચરીયાના દીકરી. મોસાળ પક્ષે ગીરધરલાલ દુર્લભદાસ મહેતાના ભાણેજ શુક્રવાર તા. ૧૦-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૬-૧૧-૨૩ ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૭ રાખેલ છે. સ્થળ- સન રાઈસ હોલ, સચીન તેંડુલકર જીમખાનાની બાજુમાં, પવાર સ્કૂલની પાછળ, ન્યુ સાણબાબાનગર, કાંદિવલી પશ્ર્ચિમ. ચક્ષુદાન કરેલ છે.
કપોળ
અમરેલીવાળા કિશોરભાઈ (ક્રિષ્નાલાલ) ધનજીભાઈ દેસાઈ તથા ગુલાબબેનના સુપુત્ર મહેશ (ઉં. વ. ૫૬) તા. ૧૧-૧૧-૨૩ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે ભાવનાબેનના પતિ, દિપક તથા અ.સૌ. છાયા કિશોર મહેતાના ભાઈ, અ.સૌ. અમીતાના જેઠ, મોસાળ પક્ષે મહુવાવાળા મુળજીભાઈ ગોપાલજીભાઈ દોશીના ભાણેજ તથા અમરેલીવાળા શાંતીલાલ પ્રભુદાસ પટેલના જમાઈ, તથા જીમીત અને અ.સૌ. પ્રતીક્ષા ઉમંગ સંઘવીના મામા અને ખુશાલીના મોટા પપ્પા, લોકિક વ્યવહા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ગં.સ્વ. વિમળાબહેન (ઉં.વ. ૯૫) સ્વ. છોટાલાલ (રામદાસ)ના ધર્મપત્ની તા. ૧૨-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. ગામ મોટા આંસબિયા હાલે નેરલ તે સ્વ. લક્ષ્મીબાઈ જાદવજી ભોજરાજ માધવાણીના પુત્રવધૂ. તે સ્વ. રામાબાઈ ભાણજી મેઘજી ગણાત્રા (લસણવાળા)ના પુત્રી. તે સૌ. શોભા, સ્વ. ભારતી, દીપક, કિરણ, સંતોષના માતાજી. તે સૌ. શીલા, સ્વ. જ્યોતિ, સૌ. ચંદા, નરેન્દ્રભાઈ, સ્વ. મંગલદાસના સાસુજી. તે હિતેન હેમંત, હિરલ, નિખિલના દાદીમા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૬-૧૧-૨૩, ગુરુવારે ૪.૩૦થી ૬.૦૦ અંબે માતા હોલ, રાજેન્દ્રગુરુ નગર, નેરલ, બૈરાઓએ તે જ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી મુંબઈગરા વણિક
મહુવા નિવાસી, હાલ મુંબઈ મહેશભાઈ જમનાદાસ રાઠોડ (ઉં.વ. ૭૩) સોમવાર, તા. ૧૩-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે શ્રીમતી કુસુમબેનના પતિ. ધર્મેશ, રૂપલ રુપેશકુમાર પારેખ અને નિશિતના પિતાશ્રી. સ્વ. શાહ પોપટલાલ નાનચંદ ભગતના જમાઈ. સ્વ. હરકિશનભાઈ, સ્વ. સુરેશભાઈ, સ્વ. જ્યોત્સનાબેન નંદલાલ તથા સ્વ. પ્રવીણાબેન પ્રવીણકુમારના ભાઈ. અ.સૌ. દીપ્તિ તથા નેહાના સસરાજી. જય, આયુષી, આરવ, માનવ, સાક્ષી અને ક્રિશીના દાદાશ્રી. બન્ને પક્ષ તરફથી પ્રાર્થનાસભા તા. ૧૬-૧૧-૨૩ને ગુરુવારે ૪થી ૬. યોગી સભાગૃહ (૧લે માળે), સ્વામીનારાયણ મંદિર, સ્વામીનારાયણ ચોક, રેલવે સ્ટેશન સામે, દાદર (ઈસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુ. હા. સ. ચા. મોઢ બ્રાહ્મણ
ધોલ નિવાસી હાલ ઘાટકોપર, નૌતમલાલ પ્રાણશંકર ભટ્ટ (ઉં.વ. ૯૧) તા. ૧૩-૧૧-૨૦૨૩, સોમવારના કૈલાસવાસી થયેલ છે. તે સ્વ. દમયંતીબેનના પતિ. અંજનાબહેન, સુધાબહેન, વિજયભાઈ અને વર્ષાબહેનના પિતાશ્રી. સ્વ. રમણીકલાલ રતનજી ભટ્ટના જમાઈ. મહેશભાઈ ત્રિવેદી તથા કપીલભાઈ શાહ તથા પ્રીતિબહેનના સસરા. તેમ જ ધનંજય, પરજનાબહેનના દાદા. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદિચ્ય ગુજરાતી ૪૫૦
ગામ સરડી (અમરેલી) હાલ શાંતાક્રુઝ-મુંબઈ સ્થિત લલિતભાઈ યાજ્ઞિક (કાલુભાઈ) (ઉં.વ.૭૨) તે સ્વ. સવિતાબેન અને સ્વ. હરિભાઈ સુંદરજી યાજ્ઞિકના સુપુત્ર. તે સ્વ. કનુભાઈ, ગં.સ્વ. જયશ્રી ભરતભાઈ ત્રિવેદી તથા મહેશભાઈના ભાઈ. તે દર્શન અને હિતેશના મોટા પપ્પા તા. ૧૩-૧૧-૨૩ સોમવારે શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૬-૧૧-૨૩ ગુરુવારે સાંજે ૪થી તેમના નિવાસસ્થાન રાખેલ છે. ઠે: મહેશભાઈ યાજ્ઞિક, તિવારી ચાલ, પ્રભાત કોલોની રોડ નં. ૧, શાંતાક્રુઝ (પૂર્વ).
ઘોઘારી મોઢ વિણક
મોરબી નિવાસી હાલ ઘાટકોપર દિનેશચંદ્ર છોટાલાલ મહેતા (ઉં.વ. ૮૬) તા. ૧૩-૧૧-૨૩, સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે કલ્પનાબેનના પતિ. જીતેન, શિલ્પા અને નિશાના પિતા. પ્રજ્ઞા, કમલેશ અને જયેશના સસરા. સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. વસંતભાઈ, સ્વ. કુંદનબેન, સ્વ. રમણીકભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. સુરેન્દ્રભાઈના ભાઈ. જીનીત, શ્રીપ્રધા, વૈભવ, પ્રાચી, એન્જલ, હિલેનના દાદા. હીરાબેન ગુલાબચંદ દોશીના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા. ૧૬-૧૧-૨૩ ગુરુવારે સાંજે ૪થી ૬ રાખેલ છે. સ્થળ: સ્વામીનારાયણ મંદિર, સરિતા પાર્ક, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ).
વિસા સોરઠિયા વણિક
ધોડાદરવાળા, (હાલ વિરાર) સ્વ. કાકુભાઈ લીલાધર શાહના ધર્મપત્ની ગુલાબબેન (ઉં.વ. ૯૦) શુક્રવાર, તા. ૧૦-૧૧-૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે (હાથલાવાળા) રામકુંવરબેન વસનજી શાહના દીકરી. તે સ્વ. લીલાવંતી રવજીભાઈ, ગં.સ્વ. કંચનબેન પરસોત્તમભાઈના જેઠાણી. તે ચેતના મહેશ, મિના બિમલ, દિપ્તી દીપક, નરેન્દ્રના મોટીમા. તે વરુણ, મિત, સ્વાતિ, રવિ, નિહારના દાદી-નાની. (લૌકિક પ્રથા બંધ રાખેલ છે.)
સોરઠિયા સારસ્વત બ્રાહ્મણ
રાણા કંડોરણા નિવાસી હાલ ભાંડુપ, મુંબઈ સૌ. મિનાક્ષી (ઉં.વ. ૬૧) તે કનૈયાલાલ જાદવજીભાઈ રાજયગુરુના ધર્મપત્ની. તે રાહુલ તથા હેતલના માતુશ્રી. ચાંદની, શરદકુમારના સાસુ. ભગવતીબેનના ભાભી. સ્વ. શાંતાબેન જાદવજીભાઈના પુત્રવધૂ. સ્વ. તારાબેન મુળશંકરભાઈના સુપુત્રી તા. ૧૪-૧૧-૨૩, મંગળવારના રોજ કૈલાશવાસી થયા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
વીસા લાડ વણિક
મુંબઈ નિવાસી સ્વ. મૃદુલાબેન કાંતીલાલ થાણાવાલાના સુપુત્ર અનીલ થાણાવાલા (ઉં.વ. ૮૬) તા. ૯-૧૧-૨૩ના ગુરુવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તે દિવ્યપ્રભાના પતિ. પુનીતા અને હેમાંગના પિતા. રાજેશ મહેતા અને લોપાના સસરા. યશના નાના. નીલ-ધવલના દાદા. સ્વ. દિપક, સ્વ. પંકજ અને સ્વ. માયાના ભાઈ. લૌકિક પ્રથા બંધ છે.