આમચી મુંબઈ

મુંબઈ સમાચાર દર વર્ષે રંગોળી સ્પર્ધાનું આયોજન કરે એવો સૂર ઊમટ્યો

જ્યુરી સ્પેશિયલ અને ટ્રોફીના વિજેતાઓની તસવીર
તમામ તસવીરો -અમય ખરાડે

મુંબઈ સમાચાર આયોજિત રંગોળી સ્પર્ધાના ઈનામવિતરણ કાર્યક્રમમાં હાજર હકડેઠઠ મેદની.

પૈઠણી સાડીના વિજેતા તોરલ દોશીનું બહુમાન કરતા સાંસદ ગોપાલ શેટ્ટી, દિનેશ ઝાલા અને જજ મીતા ઝાલા. બીજી તસવીરમાં અમારા જજ મનીષા શેઠ, પુનીતા હીરાની, પૈઠણી સાડીના વિજેતાઓ અને ઝાલા પરિવાર.

રંગોળી સ્પર્ધાના પ્રથમ વિજેતા રાજેન્દ્ર ચિંદરકરનું બહુમાન કરતા વિધાનસભ્ય સુનીલ રાણે અને વચ્ચે દિનેશ ઝાલા.

મહાવીર બેન્ક્વેટ હોલના સર્વેસર્વાનું બહુમાન કરતા સુનીલ રાણે.

દૃષ્ટિ વાજાર પંકજ કક્કડ સુભાષ ઠાકર

મુંબઈ: ‘મુંબઈ સમાચાર’ આયોજિત બચુભાઈ શામજીભાઈ ટ્રસ્ટ (દિનેશ ઝાલા, બોરીવલી)ના સહયોગથી રંગોળી સ્પર્ધાનું ઈનામવિતરણ સોમવારે ૧૩મી નવેમ્બરના રોજ ‘મહાવીર બેન્ક્વેટ’ પંચશીલ આર્કેડ બિલ્ડિંગ, પહેલા માળે, મહાવીર નગર, ડી-માર્ટની સામે, કાંદિવલી (પશ્ર્ચિમ) ખાતે કરવામાં આવ્યું હતું. સાંજે ૪ વાગ્યે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સ્પર્ધામાં ભાગ લેનારા વિજેતાઓ તેમના પરિવાર સાથે આવ્યા હતા અને હોલ હકડેઠઠ ભરાઇ ગયો હતો. હાજર તમામ લોકોનો એવો સૂર હતો કે રંગોળી સ્પર્ધાનું આયોજન દર વર્ષે મુંબઈ સમાચાર કરતું રહે.

કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચન સાથે કરવામાં આવી હતી. હાસ્યના બેતાજ બાદશાહ સુભાષ ઠાકરે હાજર મેદનીને તેમના હાસ્ય સાથે જકડી રાખ્યા હતા તો જાણીતા ગાયક કલાકાર પંકજ કક્કડે તેમના સૂર વડે તમામ લોકોને બાંધી રાખ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન અને સાંસદ ગોપાલ શેટ્ટીએ દીપપ્રાગટ્ય કર્યું હતું અને તેમના હાથે પૈઠણી સાડીના વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યાં હતાં.

રંગોળીની ડિઝાઈન એ એક સુંદર અને સાંસ્કૃતિક ભારતીય કલા છે, જે વિવિધ તહેવારો અને ખાસ પ્રસંગો દરમિયાન ઘર અથવા ઘરના પ્રવેશદ્વારની સામે બનાવવામાં આવતી હોય છે. જોકે હવે ફ્લેટ સિસ્ટમ થઇ ગઇ છે અને કોઇને રંગોળી બનાવવાનો સમય નથી મળતો. એવા સમયે મુંબઈ સમાચારે બચુભાઈ શામજીભાઈ ટ્રસ્ટના સહયોગથી આ પહેલ કરી છે એક ખૂબ જ સરાહનીય છે, એવું ગોપાલ શેટ્ટીએ કહ્યું હતું. કાર્યક્રમના અન્ય મુખ્ય અતિથિ અને વિધાનસભ્ય સુનીલ રાણેના હસ્તે રંગોળીના પ્રથમ પાંચ વિજેતાઓને રોકડ ઈનામ આપવામાં આવ્યા હતા. તેમણે પણ મુંબઈ સમાચારની કામગીરીને બિરદાવી હતી અને દર વર્ષે રંગોળીની સ્પર્ધા યોજે એ માટે અપીલ કરી હતી. ઈનામ વિતરણ માટે જેમણે મુંબઈ સમાચારને નિ:શુલ્ક જગ્યા ફાળવી હતી એ દેવજીભાઈ શાહનું બહુમાન વિધાનસભ્ય સુનીલ રાણેને હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુંદર સંચાલન દૃષ્ટિ વાજારે કર્યું હતું. મુંબઈ સમાચારનાં છ જજો મનીષા શેઠ, પુનીતા હીરાની, નેહા સોની, નીલમ સોની, મીરા ઝાલા અને નિધિ પંડ્યા માટે વિજેતાઓની પસંદગી કરવી એ ઘણું કપરું કામ હતું, પણ તેઓએ એ કામ સુપેરે નિભાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button