IPL 2024સ્પોર્ટસ

AUS V/S SA: આવતીકાલે દક્ષિણ આફ્રિકાની ટીમ આ કલંક દૂર કરશે?

કોલકત્તાઃ અહીંના ઈડન ગાર્ડન ખાતે આઈસીસી વન-ડે વર્લ્ડ કપની બીજી સેમી ફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ટકરાશે. કોલકત્તામાં રમાનારી આવતીકાલે આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે બે વાગ્યે શરૂ થશે. ઓસ્ટ્રેલિયા પાંચ વખત વર્લ્ડકપ જીતી ચૂકી છે તો બીજી તરફ સાઉથ આફ્રિકા પોતાના પર લાગેલો ચોકર્સ (દબાણમાં આવી જઈને ઘૂંટણીયે પડી જવુ)ના ધબ્બાને હટાવવાનો પ્રયાસ કરશે.

ઓસ્ટ્રેલિયા મોટી મેચમાં જીતની મોટી દાવેદાર મનાય છે, જ્યારે સાઉથ આફ્રિકા મોટી મેચમાં ઘૂંટણિયે પડી જવાનો ખરાબ રેકોર્ડ ધરાવે છે. વન-ડે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં 12માંથી પાંચ ટાઇટલ જીત્યું છે, જેમાંથી ચાર છેલ્લી છ સીઝનમાં જીત્યા છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા નવમાંથી ચાર વખત સેમી ફાઈનલમાં પહોંચી છે અને હાર મળી છે.
1992માં ઈંગ્લેન્ડ સામે સાઉથ આફ્રિકા વર્લ્ડ કપમાં વરસાદના નિયમોને કારણે સેમિફાઈનલ હારી ગયુ હતું. 1999માં ઓસ્ટ્રેલિયા સામેની મેચ ટાઈ થયા બાદ ખરાબ રન રેટના કારણે તેને હાર મળી હતી. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ કહ્યું હતું અમે જાણીએ છીએ કે આ દક્ષિણ આફ્રિકાની ટીમ પર એક કલંક છે અને અમારે તેને દૂર કરવું પડશે. જ્યાં સુધી અમે ટ્રોફી નહીં જીતીએ ત્યાં સુધી આ લેબલ હંમેશા રહેશે.

આ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં સાઉથ આફ્રિકાના બેટ્સમેનોનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેના ટોચના છ બેટ્સમેનમાંથી ચારે સદી ફટકારી છે. વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે અત્યાર સુધીમાં 591 રન કર્યા છે. રાસી વાન ડેર ડ્યુસેને , હેનરિક ક્લાસેન, એડન માર્કરામ શાનદાર ફોર્મમાં છે. ડેવિડ મિલરને હજુ સુધી વધુ તક મળી નથી અને તેણે મોટી ઇનિંગ્સ રમવાની છે. બાવુમા બેટિંગમાં નબળી કડી સાબિત થયો છે, તેણે સાત ઇનિંગ્સમાં માત્ર 145 રન કર્યા હતા.

આ વખતે દક્ષિણ આફ્રિકા પાસે માર્કો જેન્સન, લુંગી એનગિડી, કેશવ મહારાજ અને તબરેઝ શમ્સી શાનદાર ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયા લીગ તબક્કામાં ભારત અને દક્ષિણ આફ્રિકા સામે હાર્યા બાદ સતત સાત મેચ જીતીને યોગ્ય સમયે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે.

અફઘાનિસ્તાન સામે 91 રનમાં સાત વિકેટ પડી ગયા બાદ ગ્લેન મેક્સવેલે એકલા હાથે અણનમ 201 રન કરીને ટીમને જીત અપાવી હતી. પાકિસ્તાન અને નેધરલેન્ડ વિરૂદ્ધ સતત સદી ફટકારનાર અનુભવી ડેવિડ વોર્નર મોટી મેચોનો ખેલાડી માનવામાં આવે છે. ટ્રેવિસ હેડે ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી હતી. મિશેલ માર્શે અત્યાર સુધી 426 રન કર્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…