મનોરંજન

બાર્બી ડોલના અંદાજમાં જોવા મળી તારા સુતરિયા

મુંબઈઃ બોલીવૂડની અભિનેત્રીઓ સોશિયલ મીડિયા પર ગ્લેમર અંદાજ બતાવવાનું ચૂકતી નથી. તાજેતરમાં તારા સુતરિયા પોતાની ફિલ્મ અપૂર્વના સ્ક્રિનિંગ વખતે બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં આવી ગઈ છે. આજે સાંજે ફિલ્મ અપૂર્વનું સ્ક્રિનિંગ હતું, જેમાં તારા સુતરિયા પોતાના બોલ્ડ અંદાજને સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

તારા સુતરિયા પોતાની ફિલ્મના સ્ક્રિનિંગમાં પહેરેલા બોલ્ડ આઉટફીટને લઈ ચર્ચામાં છે. ટ્રાન્સપરન્ટ સ્ટાઈલવાળી સીકેન ડ્રેસ પહેર્યો હતો. શિમરી મેકઅપમાં તારા સુતરિયા બાર્બી ડોલ જેવી લાગતી હતી. તારાના બોલ્ડ લૂકસ સાથે તેના સ્માઈલે લોકોને મોહી લીધા હતા.

ફિલ્મમાં અપૂર્વના અભિનેત્રા ધૈર્ય કારવા છે, જેમાં ધૈર્ય પણ પોતાની સ્ટાઈલને લઈ લાઈમલાઈટમાં આવી ગયો હતો. ધૈર્ય પોતાની ફિલ્મના સ્ક્રિનિંગમાં બ્લેક પેન્ટની સાથે મેચિંગ શર્ટ અને ગ્રે કલરના બ્લેજરમાં સજ્જ હતો. આ ફિલ્મના સિંગર અને રેપર બાદશાહ પણ ઈવેન્ટમાં પહોંચ્યો હતો. ડેટિંગ રુમર્સમાં ક્લેરિફાઈ કર્યા પછી બાદશાહ બ્લેક કલરના શર્ટમાં ફિલ્મના સ્ક્રિનિંગમાં પહોંચ્યો હતો.

તમારી જાણ ખાતર જણાવી દઈએ જવાન ફિલ્મના ડાયરેક્ટર એટલી કુમાર પણ ફિલ્મના સ્ક્રિનિંગમાં પહોંચ્યા હતા. ઓરી પણ અપૂર્વના સ્ક્રિનિંગમાં પહોંચ્યો હતો. તારા સુતરિયાની ફિલ્મમાં અર્જુન કપૂર સહિત પ્રેમ ચોપરા પણ પહોંચ્યા હતા. આ ફિલ્મ સિવાય તારા સુતરિયા તેની વ્યક્તિગત સ્ટાઈલ-આઉટફીટને લઈ ચર્ચામાં રહે છે, જ્યારે તેના બોલ્ડ ફોટોગ્રાફને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તારા સુતરિયાના ઈન્સ્ટાગ્રામ પર પણ મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે, જ્યારે તેની બોલ્ડ અદા પણ લોકોને વિશેષ ગમે છે.

ડીઝની ચેનલ ઈન્ડિયા પર જુનિયર આર્ટિસ્ટ તરીકે કારકિર્દીની શરુઆત કરી હતી. વીડિયો જોકી, સિંગર, ડાન્સર અને અભિનેત્રી તરીકે પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ધ સ્યુટ લાઈફ ઓફ કરન એન્ડ કબિર (2012) ઓઈ ક્લાસી વગેરેમાં તેની કામગીરીની નોંધ લેવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button