આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતઋતુ),
ગુરુવાર, તા. ૧૬-૧૧-૨૦૨૩, વિનાયક ચતુર્થી,
ભારતીય દિનાંક ૨૫, માહે કાર્તિક, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ સુદ-૩
પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧લો હોરમજદ, માહે ૯મો આદર, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧લો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૪થો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર મૂળ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૧૬ સુધી (તા. ૧૭મી) પછી પૂર્વાષાઢા.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૫ સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૯, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૪ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૩-૧૫, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૧૧ (તા. ૧૭)
ઓટ: સવારે ક. ૦૭-૨૭, રાત્રે ક. ૧૯-૧૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – તૃતીયા. વિનાયક ચતુર્થી, મંગલ વૃશ્ર્ચિકમાં સવારે ક. ૧૦-૪૫, ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૩-૫૨. સૂર્ય વૃશ્ર્ચિકમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૧૭. મુ. ૩૦. સામ્યાર્ઘ, મહાલય સમાપ્તિ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: મૂળ જન્મનક્ષત્ર શાંતિ પૂજા, સર્વશાંતિ પૂજા, શાંતિ પૌષ્ટિક પૂજા, કેતુ ગ્રહદેવતાનું પૂજન, ઔષધ ઉપચાર, પરદેશગમન, પ્રયાણ મધ્યમ, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ, વિદ્યારંભ, મિલકત લેવડદેવડ, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, પ્રાણી પાળવા.
આચમન: ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ અનીતિમાન, ચંદ્ર-ગુરુ ત્રિકોણ સહાનુભૂતિવાળા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ (તા. ૧૭) ચંદ્ર વિષુવવૃત્તથી મહત્તમ દક્ષિણે ૨૮ અંશ ૧૪ કળાના અંતરે રહે છે.
ગોચરગ્રહો:સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મેષ, શુક્ર-ક્ધયા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.