મનોરંજન

બોલો, શૂટિંગ વખતે નાના પાટેકરે આ કારણસર યુવકને થપ્પડ મારી દીધી

વીડિયો વાઈરલ થયા પછી ફિલ્મના ડાયરેક્ટરે કરવી પડી સ્પષ્ટતા

વારાણસી: બોલીવૂડના જાણીતા અભિનેતા નાના પાટેકર આમ તો પોતાની દમદાર ભૂમિકાને કારણે લાઈમલાઈટમાં રહેતા હોય છે, પરંતુ તાજેતરમાં તેમની એક હરકતને લઈ ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં નાનાએ તેમને એક ચાહકને જોરદાર લાફો મારી દીધો હતો. હવે તેનો વીડિયો પણ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. એ યુવક નાના પાટેકર સાથે સેલ્ફી લેવા ઈચ્છતો હતો, પણ નાનાએ તેને લાફો મારી દીધો હતો, ત્યારબાદ એ વીડિયો વાઈરલ થયા પછી લોકોએ તેની જોરદાર ટીકા કરી હતી.
દરમિયાન આ મુદ્દે ફિલ્મના ડાયરેક્ટરે પણ દાવો કર્યો હતો કે આ ફિલ્મનો એક સીનનો ભાગ હતો. આ વીડિયો વારાણસીના દશાશ્વમેઘ ઘાટનો છે, જ્યાં નાના પાટેકર તેમની આગામી ફિલ્મ જર્નીનું શૂટિંગ કરી રહ્યાં હતા.

વાઈરલ વીડિયોમાં નાના પાટેકર ભૂરા રંગના કોટ સાથે ભૂરા રંગની હેટ અને મફલર પેહરેલા દેખાય છે. ત્યારે જ ત્યાં એક છોકરો આવે છે અને નાના સાથે સેલ્ફી લેવા માટે ફોનનો કેમેરા ખોલે છે. અને એ જ સમયે નાના એ છોકરાને થપ્પડ મારી દે છે. વાત અહીં આવીને નથી અટકતી પણ નાના સાથે ક્રૂ મેમ્બર તેની બોચી પકડીને બહાર ધકેલી દે છે.

નાના પાટેકર કાયમ સમાચારોમાં છવાયેવા રહે છે. હાલમાં જ રિલીઝ થયેલી તેમની ફિલ્મ ધ વેક્સીન વોર દરમિયાન તેમણે ઘણાં વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતાં. શાહરુખ ખાનથી માંડીને સની દેઓલની ફિલ્મ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં સાથે જ તેમણે બોલીવુડના સ્ટાર કિડ્સ વિષે પણ ટિપ્પણી કરી હતી. ત્યારે પણ તેઓ મીડિયામાં ખૂબ છવાયેલા હતાં.
સોશિયલ મીડિયા પર નાના પાટેકરના આવા વીડિયો અંગે લોકો તેની નિંદા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે નાના પાટેકર સારું દેખાવાનો દેખાડો કરી રહ્યાં છે. પણ તેમનું સત્ય તો આ જ છે. આ અગાઉ પણ નાના પાટેકર ઘણાં વિવાદોમાં ઘેરાયેલા છે. હાલમાં જ તેઓ વિવેત અગ્નિહોત્રીની ફિલ્મ ધ વેક્સીન વોરમાં દેખાયા હતાં. ફિલ્મના પ્રમોશન દરમિયાન નાના પાટેકરે ઘણાં વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતાં. તેમણે નામ લીધા વગર શાહરુખ ખાનની જવાન ફિલ્મની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ આ ફિલ્મને સહન નહીં કરી શકે.

નાના પાટેકર હાલમાં ગદરના ડાયરેક્ટર અનિલ શર્માની ફિલ્મ ‘જર્ની’નું શુટિંગ કરી રહ્યાં છે. વીડિયો વાઈરલ થયા પછી ફિલ્મના ડાયરેક્ટર અનિલ શર્માએ કહ્યું હતું કે વાઈરલ વીડિયો એ વાસ્તવમાં ફિલ્મનો શોટ છે. બનારસમાં રસ્તાની વચ્ચે અમે ફિલ્મના શૂટિંગનો હિસ્સો હતો. સોશિયલ મીડિયા પર લોકો નાનાને નેગેટિવ અને રુડ એક્ટરની રીતે પ્રોજેક્ટ કરે છે, જે ખોટી વાત છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ