આ ઝેરી સાપ કોબ્રાને ગળી ગયો….
મંડલા: મંડલા જિલ્લાના હિરડેનગર ગામમાં દુર્લભ પ્રજાતિનો સાપ જોવા મળ્યો હતો. સાપ જોઇને સ્થાનિકો ગભરાઇ ગયા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દુર્લભ પ્રજાતિના આ સાપ કોબ્રાને પણ ગળી ગયો હતો. આ ઘટના જોયા બાદ ગામ લોકોએ સાપ પકડનારને બોલાવ્યા હતા. માહિતી મળતાં જ સાપ પકડવા માટે સીતારામ કુશવાહા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેણે ઘણી જહેમત બાદ સાપને પકડ્યો હતો. આ સાપ એટલો ખતરનાક છે કે તેના ડંખ પછી કોઇ પણ વ્યક્તિનું થોડી જ ક્ષણોમાં મૃત્યુ થઈ શકે છે. આ સાપને વિશ્વનો ચોથો સૌથી ઝેરી સાપ માનવામાં આવે છે.
સીતારામે જણાવ્યું હતું કે આવા દુર્લભ સાપ ભાગ્યે જ જોવા મળે છે. રેસ્ક્યુ બાદ સાપને સુરક્ષિત રીતે જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. આ સાપનું નામ અહિરાજ સાપ હોવાનું કહેવાય છે, જેની લંબાઈ લગભગ 5 ફૂટ અને સાડા ઇંચ હતી. અહિરાજ નામનો આ સાપ ખૂબ જ ખતરનાક છે. તેમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર જોવા મળે છે. તેમજ આ સાપ એટલો ખતરનાક હોય છે કે જો તે કોઈને કરડે તો વ્યક્તિના હૃદય અને ફેફસા જેવા અંગો કામ કરવાનું બંધ કરી દે છે. અને વ્યક્તિનું થોડા જ સમયમાં મૃત્યુ પામે છે.
ગામવાસીઓએ જણાવ્યું હતું કે અહિરાજ સાપ કોબ્રા સાપનો શિકાર કરી રહ્યો હતો. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક ગ્રામજનની નજર તેના પર પડી અને તેણે તેનો વિડીઓ ઉતારી લીધો. અહિરાજ સાપે લગભગ 25 મિનિટ સુધી કોબ્રાને પોતાના જડબામાં પકડી રાખ્યો અને પછી તેને ગળી ગયો હતો. આ સાપની ખાસ બાબત એ છે કે તેને જ્યારે ભૂખ લાગે છે ત્યારે કોબ્રા, રસેલ વાઈપર અને ક્રી એટ જેવા સાપને પણ ખૂબ જ સરળતાથી ખાઈ જાય છે.