આપણું ગુજરાત

ફટાકડા બાદ હવે અમદાવાદીઓને પજવી રહ્યો છે પ્રદૂષણનો ધૂમાડો

દેશની રાજધાની દિલ્હી પ્રદૂષણથી ત્રાહિમામ છે ત્યારે ગુજરાતના શહેરોની હવા પણ સ્વાસથ્ય માટે જોખમકારક બનતી જાય છે. વાહનોના સતત ધૂમાડા, ઠંડીનો ચમકારો અને તેમાં પણ દિવાળીના દિવસોમાં સતત ફૂટતા ફટકાડાએ અમદાવાદની હવાને પણ ઝેરી બનાવી દીધી છે.

અમદાવાદના જેમ વાતાવરણનો પારો ગગડી રહ્યો છે, તેમ અમદાવાદની હવાની ગુણવત્તા પર અસર થતી જોવા મળે છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદનો AQI 164 પર પહોંચ્યો છે. તો ઓવરઓલ અમદાવાદનો પીએમ 2.5 થયો છે. વટવા જીઆઇડીસી વિસ્તાર સૌથી વધારે 171 AQI સાથે સૌથી વધારે પ્રદુષિત બની છે. કઠવાડા અને મણિનગર 169 AQI સાથે બીજા નંબર પર છે. સામાન્ય રીતે સૌથી વધારે AQI ધરાવતો પીરાણા અને ગ્યાસપુર વિસ્તારમાં 168 AQI પર પહોંચ્યો છે. અમદાવાદના તમામ વિસ્તારનો AQI લગભગ 150ને પાર થયો છે.

આવી હવાને લીધે શ્વાસ સંબંધી દર્દીઓ બાળકો, વૃધ્ધા, હૃદય અને ફેફસાના દર્દીઓને તકલીફો થઇ શકે છે. તો બીજી તરફ, અમદાવાદમાં એઆઇક્યુ દર્શાવતા એલઇડી બોર્ડ લાંબા સમયથી બંધ સ્થિતિમાં છે. નાગરિકો હવાની સ્થિતિની સાચી પરિસ્થિતિ નથી જાણી શક્તા. અત્રે ઉલ્લેખનીય છે કે 80 થી 120 એર ક્વોલિટી ઈન્ડેક્સ હોય તો એવરેજ અને 120 થી 300 ઈન્ડેક્સ હોય તો અત્યંત નબળી કેટેગરી ગણવામાં આવે છે. શ્વાસની તકલીફવાળા લોકોને માસ્ક પહેરી બહાર નીકળવાની સલાહ ડોક્ટરો આપી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button