બીડીએ બચાવી જિંદગીઃ ઝારખંડનો મજૂર બીડી પીવા બહાર નીકળ્યો ને…
ધૂમ્રપાન નિર્વિવાદપણે શરીરને નુકસાન પહોંચાડનારી આદત છે અને આ આદત સ્વાસ્થય માટે હાનિકારક છે, તેમાં કોઈ શક નથી, પરંતુ ક્યારેક માણસના મોત કે જીવન માટે કંઈક નિમિત્ત બનતું હોય છે અને ઝારખંડના આ મજૂરની જિંદગી માટે એક બીડી નિમિત્ત બની છે. ઝારખંડના મદન સિંહ પણ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલમાં પણ કરી રહ્યા હતા, જ્યાં 40 લોકો ફસાયેલા છે. ઘટનાની થોડીવાર પહેલા તે બીડી પીવા માટે બહાર આવ્યો હતો. તે જ સમયે, ભૂસ્ખલનને કારણે સુરંગમાં મોટી દુર્ઘટના થઈ હતી.
તેણે બીડી પીવા માટે પાંચ મિનિટનો બ્રેક લીધો અને સુરંગમાંથી બહાર આવી ગયો. જ્યારે આ વ્યક્તિ ટનલની બહાર બીડી પી રહ્યો હતો, તે જ સમયે ભૂસ્ખલનને કારણે મોટો અકસ્માત થયો અને 40 લોકો અંદર ફસાઈ ગયા. હવે આ લોકોને બહાર કાઢવા માટે ચાર દિવસથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
રવિવારે ઉત્તરકાશી-યમુનોત્રી હાઈવે પાસે ભૂસ્ખલનને કારણે 40 મજૂરો નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં ફસાઈ ગયા હતા. આજે રાહત અને બચાવ કામગીરીનો ચોથો દિવસ છે. કાટમાળમાં 900 એમએમ પાઇપ લગાવીને ટનલની અંદર રસ્તો બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મંગળવારે રાત્રે ઓગર મશીન વડે ડ્રિલિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાઈપ નાખતી વખતે ઓગર ડ્રિલિંગ મશીન ખરાબ થઈ ગયું.પ્લેટફોર્મ પણ તૂટી ગયું. જેના કારણે રાહત અને બચાવ કામગીરી લાંબા સમય સુધી ચાલવા છતાં ફસાયેલાઓને બહાર કાઢી શકાયા નથી. ત્યારબાદ નવેસરથી પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઝારખંડના મદન સિંહએ ઉત્તરકાશી ટનલ દુર્ઘટના મામલે એક મીડિયા સાથે વાત કરી છે. મદન કહે છે કે તેને બીડી પીવાની આદત છે. રવિવારે જ્યારે તે ટનલની અંદર કામ કરી રહ્યો હતો ત્યારે તેને બીડી પીવાનું મન થયું અને તે 5 મિનિટ માટે બહાર આવ્યો. તે બહાર આવ્યોને ઘટના બની.
રિપોર્ટ અનુસાર, મદનનું કહેવું છે કે તેના 44 સાથી મજૂરો ટનલની અંદર કામ કરી રહ્યા હતા. કામ કરતી વખતે દર બે કે ત્રણ કલાકે તેને હંમેશા બીડી પીવાની આદત છે. રવિવારે સવારે તેણે કામમાંથી પાંચ મિનિટનો વિરામ લીધો અને ટનલની બહાર એક ખડક પર બેસી ગયો. બીડી પીતી વખતે તેણે જોયું કે સુરંગની છત પરથી માટી અને પથ્થરો પડવા લાગ્યા હતા. કાટમાળ ઝડપથી પડવા લાગ્યો છે. કંઈપણ વિચાર્યા વિના તે ઝડપથી બહાર દોડી ગયો. જો થોડી વાર પણ વિલંબ થયો હોત તો કદાચ તે પણ અન્ય કામદારો સાથે કાટમાળમાં ફસાઈ ગયો હોત અને…
મદને કહ્યું, મેં બીડી લગભગ પૂરી કરી લીધી હતી અને ફરીથી કામ શરૂ કરવાની તૈયારી કરી રહ્યો હતો. એટલામાં જ મેં કાટમાળ પડવાનો જોરદાર અવાજ સાંભળ્યો. થોડી જ સેકન્ડોમાં સેંકડો ટન કાટમાળ ટનલ પર પડી ગયો હતો. આ બધું માત્ર થોડાક મીટર દૂર થયું હતું. ઘટના બાદ સુરંગનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. કાટમાળ ધસી પડતાં પહેલા માત્ર ચાર અન્ય લોકો ટનલમાંથી ભાગવામાં સફળ રહ્યા હતા. હું પણ તેમાંનો એક હતો.
મદને કહ્યું કે તે ભગવાનની કૃપાથી બચી ગયો છે. હવે તેમના સાથીદારોના સલામતી માટે પ્રાર્થના કરે છે. જ્યાં અન્ય મજૂરો ફસાયેલા છે ત્યાં વીજળી અને પાણીનો પૂરતો પુરવઠો છે. તેણે કહ્યું, ‘તેમને માત્ર ઓક્સિજન અને ખોરાકની જરૂર પડશે.
અત્યાર સુધી મળતી માહિતી અનુસાર સુરંગમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. બચાવ કાર્યમાં લાગેલા અધિકારીઓ લગભગ દર કલાકે ટનલની અંદર ફસાયેલા કામદારો સાથે વાત કરી રહ્યા છે અને તેમના સંપર્કમાં છે. અધિકારીઓનું કહેવું છે કે કામદારો સ્વસ્થ અને સુરક્ષિત છે.