આપણું ગુજરાત

પાટડીના એક ગામે બેસતા વર્ષે ગાયો દોડાવાની છે વર્ષો જુની પરંપરા

દિવાળીના તહેવારોને મનાવવાની રીતભાતોમાં ખૂબ જ ફેરફાર થયો છે. ખાસ કરીને શહેરોમાં દિવાળીના પર્વ દરમિયાન પારંપારિક રીતભાતો વિસરાતી જાય છે અને નવા ટ્રેન્ડ્સ જોવા મળે છે. જોકે ગામડામાં હજુ પણ આવી પરંપરાઓ કાયમ છે. આવી એક પરંપરા સુરેન્દ્રનગર જિલ્લામાં છે. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના વડગામ ખાતે નવા વર્ષમાં ગાયો દોડાવાની વર્ષો જૂની પરંપરા યોજાઈ હતી. ત્યારે ઢોલ નગારા અને ફટાકડા ફોડીને ગાયોની આ દોડ શરૂ કરવામાં આવી હતી. ગાયોની દોડ જોખમી હોવા છતા આજ દિન સુધી એક પણ અકસ્માત સર્જાયો નથી અને ગામના લોકો આને ભગવાનના આશીર્વાદ માને છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટડી પથંકના પાટડી સહિત આદરીયાણા, ધામા, નગવાડા અને પાનવા સહિતના રણકાંઠાના ગામોમાં 150 વર્ષથી એટલે કે રાજા રજવાડાના સમયથી ચાલી આવતી અનોખી પરંપરા મુજબ નૂતન વર્ષની વહેલી સવારે ગ‍ામના ભાગોળે ગાયોની દોડ હરીફાઇ યોજાઇ હતી. જેમાં બેસતા વર્ષે 300થી વધારે ગાયોના શીંગડાઓને ઘી લગાડવાની સાથે પરંપરાગત રીતે એમનો શણગાર કરી જૂથ પ્રમાણે ગોવાળ સાથે દોડાવવામાં આવી હતી. આ અનોખી હરીફાઇમાં પ્રથમ આવનાર ગાયનાં ગોવાળનેં પાઘડી પહેરાવીનેં આગવી રીતે સન્માન પણ કરવામાં આવ્યું હતું.


અત્રે ઉલ્લેખનીય છે કે ગામના ભાગોળે ગોવાળોનો સમૂહ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે. વિક્રમ સંવતનું વર્ષ ડીજીટલ યુગમાં ભલે પ્રવેશ્યું હોય પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ પ્રાચિન પરંપરાઓ જીવંત છે. ગાયોની દોડ જોખમી હોવા છતાં આજ દિવસ સુધી એક પણ વાર કોઇ અકસ્માત સર્જાયો નથી જેને ગ્રામજનો ભગવાનના આશીર્વાદ માને છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…